Khichdi Benefits: રાત્રે ડિનરમા ખીચડી ખાવાના આ ફાયદા જાણી લો


By Smith Taral19, Jul 2024 11:49 AMgujaratijagran.com

ડિનરમાં જેટલો હળવો ખોરાક લઈએ તે શરીરના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આનાથી પાચન પણ સારુ રહે છે અને પેટની સમસ્યાથી પણ બચી શકાય છે. રાત્રે જો તમે ખીચડી ખાવો છો તો તે તમને ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરી શકે છે. આવો જાણીએ વધુમાં

પચવામાં સરળ

ખીચડી પચવામાં સરળ ખોરાક છે, તે રાત્રે ડિનરમાં ખાવા માટે યોગ્ય ડિશ છે. જો તમારુ પેટ સેન્સીટીવ હોય તો તમારે ખીચડીનું સેવન જરૂરથી કરવું જોઈએ

પોષકતત્વોથી ભરપૂર

ખીચડીમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન રહેલું હોય છે જે શરીરને પૂરતી માત્રામાં મિનરલ્સ આપે છે. ખીચડીનું સેવન શરીરના સ્વા્સ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે

રોગપ્રતિકારક શક્તિ

ખીચડીમાં નાખવામાં આવતા મસાલા જેવા કે હળદર, આદું વગેરે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ખીચડીના સેવનથી તમે બાકી રોગથી પણ બચી શકો છો

વજન ઘટાડવામાં મદદરુપ

ખીચડી વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. આમાં કેલરી ઓછી અને ફાઈબરનું પ્રમાણ વધું હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે

ખીચડીને તમારી પસંદ મુજબ બનાવો

ભારતના રાજ્યોમાં ખીચડી અલગ અલગ રીતે બનાવે છે, તમે ખીચડીમાં તમારી પસંદની શાકભાજી અને મસાલા એડ કરીને બનાવી શકો છો.

Benefits pumpkin seeds: આ રીતે કોળાના બીજ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે