કોળાના બીજમાં ફાઈબર, મેગ્નેશિયમ, ઝીંક, કેલ્શિયમ અને આયરન જેવા પોષકતત્વો મળી આવે છે.
કોળાના બીજ વજન ઘટાડવામાં અને હૃદયની બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ શું ફાયદા થાય છે અને કઈ રીતે ખાઈ શકાય છે.
કોળાના બીજમાં ફાઈબર મળી આવે છે જે લાંબા સમય સુધી પેટ ભરાયેલું રાખે છે. જેથી તે વજન કંટ્રોલ કરે છે.
કોળાના બીજમા ટ્રિપ્ટોફેન ભરપૂર માત્રામાં મળી આવે છે. જેનાથી સારી ઉંઘ આવે છે.
કોળાના બીજમા એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળે છે. જે સોજો અને સાંધાના દુખાવો ઘટાડે છે.
સૌ પ્રથમ કોળાના બીજને શેકીને તેમાં લીલા મરચા, લસણ અને લીંબુ નાખીને ચટણી તૈયાર કરીને ખાઈ શકો છો.
કોળાના બીજને સવારે નાસ્તામાં અને બપોરે જમવામાં તેનો ઉપયોગ કરી શકો છો. જોકે સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો થાય છે.
તમે કોળાના બીજનું માખણ બનાવી રોટલી પર લગાવીને ખાઈ શકો છો. આ સ્વાદમાં ઘણું ટેસ્ટી હોય છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.