ચોમાસામાં તુલસીનું સેવન કરવાથી અનેક બીમારીઓથી દૂર રહેશે


By Vanraj Dabhi18, Jul 2024 07:04 PMgujaratijagran.com

તુલસીનું સેવન

તુલસીને ઔષધીય જળીબુટી તરીકે ઓળખવામાં આવે છે, તેથી ચોમાસામાં તુલસીનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય, ચાલો જાણીએ.

તુલસીના ફાયદા

તુલસીમાં રહેલા ઔષધીય ગુણો શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ગુણો ચોમાસા દરમિયાન થતા રોગોના જોખમને ઘટાડી શકે છે.

ચા

ચા બનાવતી વખતે તેમાં તુલસીના પાન નાખો. આ રીતે ચાનો સ્વાદ પણ વધશે અને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓને દૂર રાખશે.

ઉકાળો બનાવો

તુલસીના પાનનો ઉકાળો પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી ચોમાસામાં થતી બીમારીઓને દૂર કરે છે.

આ રીતે બનાવવો

સૌથી પ્રથમ એક ગ્લાસમાં પાણીમાં 5 થી 7 તુલસીના પાન નાખી સારી રીતે ઉકળી પછી તેને ગાળીને તેનું સેવન કરો.

પાન ચાવવા

તમે તુલસીના પાન પણ ચાવી શકો છો.સવારે ખાલી પેટ ચાવવાથી તણાવ ઓછો થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

પાનનો પાવડર બનાવો

તમે તુલસીના પાનનો પાવડર બનાવીને પાણી સાથે પી શકો છો. આ રીતે તેનું સેવન કરવું પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પાચન સારું કરે

તુલસીના પાનનું સેવન પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તે ચોમાસામાં પેટ સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits Tulsi: તુલસીના પાન ચહેરા પર લગાવાથી આ ફાયદા થઈ શકે છે