Bad Skin: ક્યા વિટામિનની ઉણપથી સ્કિન ખરાબ થઈ જાય છે?


By Sanket M Parekh06, Nov 2024 04:21 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

સુંદર દેખાવા માટે તમારી સ્કિનનું સ્વસ્થ હોવું જરૂરી છે. જો કે કેટલાક ખાસ વિટામિનની ઉણપના કારણે તમારી સ્કિન ખરાબ થવા લાગે છે. આ લેખમાં ડાયેટિશિયન ડૉ વી.ડી ત્રિપાઠી પાસેથી જાણીએ, ક્યા વિટામિનની ઉણપથી સ્કિન ખરાબ થઈ જાય છે

શું કહે છે એક્સપર્ટ?

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શરીરમાં વિટામિનની ઉણપ હોવાના કારણે સ્કિન ખરાબ થવા લાગે છે. જેનાથી સ્કિન ડાર્ક થઈ શકે છે. જેનાથી મેલેનિનના પ્રોડક્શનમાં અડચણ આવે છે. આ સાથે વધારે સમય સુધી તડકામાં રહેવાથી મેલેનિનનું પ્રોડક્શન પણ વધે છે.

વિટામિન B12

રેડ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વિટામિન B12ની ઉણપ થવાથી સ્કિનમાં પીળાશ પડવા લાગે છે. જેનાથી બચવા માટે દૂધ, દહીં, માછલી, ઈંડા અને ચિકનનું સેવન કરવું જોઈએ.

વિટામિન C

કોલેજનના ઉત્પાદનમાં મદદ કરનાર વિટામિન C એક પ્રકારનું શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ છે. જેનાથી સ્કિન ગ્લોઈંગ બને છે. જેના માટે લીંબુ, મોસંબી, સંતરા અને આમળા ખાવા જોઈએ.

વિટામિન B3

વિટામિન B3ની ઉણપથી સ્કિન પર લાલ ચકામા, બળતરા અને કાળાશ પડવા લાગે છે. વિટામિન B3 માટે માછલી, દાળિયા, કઠોળ અને ફોર્ટીફાઈડ અનાજનું સેવન કરવું જોઈએ.

વિટામિન E

વિટામિન Eને સુંદરતાનું વિટામિન પણ કહેવામાં આવે છે. જેની કમીથી સ્કિન ડ્રાયનેસ, ડલનેસ અને કરચલીઓ પડવા લાગે છે. જેના માટે સૂરજમુખી, બદામ, કાજુ અને પાલક વગેરેને તમારી ડાયટમાં સામેલ કરવા જોઈએ.

Amla Juice: શિયાળામાં રોજ ખાલી પેટ એક ચમચી આમળાનું જ્યૂસ પીવાથી શું થાય છે?