દાંત પીળા થવાના કારણો


By Jivan Kapuriya12, Jul 2023 04:01 PMgujaratijagran.com

જાણો

પીળા દાંત તમારી સુંદરતા પર ડાઘ પાડી શકે છે. પીળા દાંત હોવા ખૂબ જ અસ્વસ્થતા છે. જો કે તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ કેટલાક સામન્ય કારણો વિશે.

ધુમ્રપાન

પીળા દાંત થવા પાછળ ધુમ્રપાન પણ એક મોટુ કારણ માનવામાં આવે છે. ધુમ્રપાનથી નિકળતો ધુમાડો ધીમે ધીમે દાંત પર અસર કરે છે. જેના કારણે દાંતમાં પીળાશ અને ગંદકી દેખાવા લાગે છે.

લિવરની સમસ્યા

દાંતમાં પીળાશ પડવા માટે લિવરની સમસ્યા પણ જવાબદાર હોઈ શકે છે.હકીકતમાં આવી સ્થિતિમાં શરીરમાં બિલિરૂબિનનું પ્રમાણ વધવા લાગે છે.જેના કારણે દાંતની સાથે-સાથે આંખો પણ પીળી થઈ શકે છે.

વૃદ્ધ થવું

ઉંમરમાં વધારો પણ દાંત પીળા થવા પાછળનું કારણ માનવામાં આવે છે. જો કે વૃદ્ધાવસ્થામાં દાંત પરનું સ્તર પ્રભાવિત થવા લાગે છે. જેના કારણે દાંતમાં ગંદકી અથવા પીળાશ જોવા મળે છે.

વધુ પડતી સોડા પીવી

વધુ માત્રામાં સોડા કે ઠંડા પાણી પીવાથી પણ દાંતને નુકસાન થાય છે. જેના કારણે દાંતની ઙપરનું પડ દૂર થવા લાગે છે. તેનાથી દાંત પર ગંદકી અને ડાઘા પડી શકે છે.

સ્વચ્છતા ન રાખવી

દાંતની સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી પણ પીળા પડી શકે છે. યોગ્ય રીતે બ્રશ ન કરવા કે દાંત સાફ ન કરવાને કારણે દાંતમાં પ્લેક જમા થવા લાગે છે, જેના કારણે દાંત પીળા પડવા લાગે છે.

કેલ્શિયમની ઉણપ

કેલ્શિયમ દાંતને મજબૂત બનાવવાની સાથે તેમને સફેદ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે, પરંતુ તેની ઉણપને કારણે દાંતમાં નબળાઈની સાથે પ્લેક જમા થઈ શકે છે.

જવાબદાર કારણો

દાંતમાં પીળા થવા પાછળ આ બધા કારણો જવાબદાર હોઈ શકે છે.

વરસાદમાં આ 6 વસ્તુઓ ખાવાથી થાય છે મોટુ નુકસાન