વરસાદમાં કેટલીક વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, આવી સ્થિતિમાં ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ વગેરે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવો જાણીએ વરસાદી ઋતુમાં કઈ વસ્તુઓથી બચવું જોઈએ.
વરસાદમાં ફાસ્ટ ફૂડ ખાવું નુકસાનકારક બની શકે છે. આવી સ્થિતિમાં આ ખોરાકમાં બેક્ટેરિયા અને ફુગ પણ મળી શકે છે, જેના કારણે તે ખોરાકની સાથે મોઢા સુધી પહોંચી શકે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
વરસાદની ઋતુમાં તળેલું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી વસ્તુઓ ખાવાથી પેટની સમસ્યા થવાની સાથે ઘણી વખત ઉલ્ટી પણ થઈ શકે છે.
વરસાદની સિઝનમાં કોબીજ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઘણી વખત વરસાદની ઋતુમાં કોબીમાં જંતુઓ પણ જોવા મળે છે. જે પેટ સુધી પહોંચીને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
ચોમાસામાં કાચા શાકભાજી ખાવા નુકસાનકારક સાબિત શઈ શકે છે. વાસ્તવમાં ઘણી વખત કાચા શાકભાજીમાં વાયરસ અથવા બેક્ટેરિયા વધી શકે છે. જે પેટ માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
વરસાદ દરમિયાન માછલી અથવા અન્ય પ્રકારની વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં તમને ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ વધારી શકે છે.
વરસાદ દરમિયાન લીંબુ પાણી, સોડા કે જલજીરા વગેરે જેવી ઠેડી વસ્તુઓ ખાવા-પીવાથી સ્વસ્થ્યને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં તમને શરદી ઉધરસ થવાનું જોખમ પણ રહે છે.
વરસાદની ઋતુમાં આ બધી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.