અટકી અટકીને પેશાબ આવવા પાછળના શું કારણો હોઈ શકે છે?


By Smith Taral27, Aug 2024 12:44 PMgujaratijagran.com

અટકી અટકીને પેશાબ આવવો એ એક ગંભીર સંકેત હોઈ શકે છે, જેની અવગણના કરવી એ મોટું જોખમ ઊભું કરી શકે છે. આ સમસ્યા ડાયાબિટીસ, કિડનીની સમસ્યાઓ, અથવા UTI જેવા ચેપના કારણે હોઈ શકે છે. આવો જાણીએ વધુમાં

UTI ચેપ

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI)ને કારણે પેશાબમાં મુશ્કેલી થઈ શકે છે. લાંબા સમય સુધી આ ચેપને અવગણવું ખતરનાક હોઈ શકે છે.

કિડની ઈન્ફેક્શન

કિડનીમાં ચેપથી પેશાબ દરમિયાન દુખાવો થાય છે અને પેશાબ અટકી અટકી આવે છે. આવામાં તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ડાયાબિટીસ

ડાયાબિટીસના કારણે વચ્ચે-વચ્ચે પેશાબ આવે છે. બ્લડ શુગર વધવાથી આ સમસ્યા વધી શકે છે.

પ્રોસ્ટેટ ચેપ

પ્રોસ્ટેટમાં ચેપ લાગવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓ વધે છે, આની સમયાંતરે સારવાર ન કરવાથી મુશ્કલી વધી શકે છે.

ડોક્ટરને સલાહ લો

આ સમસ્યાને બિલકુલ અવગણવું નહીં, કારણ કે આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના લક્ષણો હોઈ શકે છે.

Hing Benefits: કબજિયાતથી છુટકારો મેળવવા ઉપરાંત હીંગના ફાયદા