પીઠ પર આ કારણે નીકળે છે લાલ દાણા, આ રીતે કરો બચાવ


By Hariom Sharma27, Nov 2023 04:58 PMgujaratijagran.com

લાલ દાણા

સામાન્ય રીતે લોકોના ચહેરા પર લાલ દાગ જોવા મળે છે. ચલો જાણીએ કે પીઠ પર શા માટે લાલ દાણા જોવા મળતા હોય છે.

પીઠ પર લાલ દાણા નીકળવા

ઘણા લોકોને પીઠ પર લાલ દાણા નીકળતા જોવા મળે છે. ક્યારેક આ સમસ્યા ડેડ સ્કિનના સેલ્સ અને પરસેવાના કારણે થાય છે.

ચામડી પર ગંદગી

જ્યારે ચામડી પરના નાના નાના કાણામા ગંદગી અથવા પરસેવો જતો રહે છે ત્યારે પીઠ પર લાલ દાણા નીકળવાની સમસ્યા જોવા મળે છે.

હોર્મોનલ બદલાવ

શરીરમા હોર્મોનલ બદલાવ થવાથી પણ પીઠ પર લાલ દાણા નીકળવા લાગતા હોય છે. આ સમસ્યા કિશોરાવસ્થામા વધુ જોવા મળે છે.

You may also like

આ ત્રણ યોગાસનની મદદથી છુપાવો ચહેરા પરની કરચલીઓ

શિયાળામાં ગ્લોઈંગ સ્કિન બનાવવા માટે કાચા દૂધમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો

તણાવનો શિકાર

તણાવને લેવાથી ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તણાવના કારણે કોર્ટીસોલ હોર્મોન્સ શરીરમા વધવા લાગે છે. જેના કારણે પીઠ પર લાલ દાણા નીકળવાની સમસ્યા જોવા મળે છે.

ખોટી દવા ખાવી

ક્યારેક લોકો ખોટી દવાઓ ખાતા હોય છે. જેથી પીઠ પર લાલ દાણા નીકળવા લાગે છે. માટે ક્યારેય ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવા લેવી જોઈએ નહીં.

લાલ દાણાથી બચાવ

લાલ દાણાથી બચાવા માટે રોજ નાહવુ જોઈએ. આ ઉપરાંત સાફ વસ્ત્રો પહેરવા જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રોજ પીઓ 1 ગ્લાસ ગાજરનો જ્યૂસ, થશે આ ફાયદા