રોજ પીઓ 1 ગ્લાસ ગાજરનો જ્યૂસ, થશે આ ફાયદા


By Hariom Sharma27, Nov 2023 04:10 PMgujaratijagran.com

ગાજરનો જ્યૂસ

રોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવાથી ઘણા સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. તેમા ઘણા પોષકતત્વો રહેલા હોય છે. ચલો જાણીએ રોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવાથી મળતા ફાયદા વિશે.

પોષકતત્વોથી ભરપૂર

ગાજરના જ્યૂસમા વિટામીન એ, સી , કે, ઈ, બી 6,પોટેશિયમ, કોપર, ફોસ્ફોરસ જેવા પોષકતત્વો જોવા મળે છે. આ બધા જ પોષકતત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

રોગ પ્રતિકારકશક્તિ વધારે

ગાજરના જ્યૂસમા વિટામીન એ અને સી બન્ને એંટીઓક્સિડેંટ હોય છે. આ બન્ને શરીરની રોગ પ્રતિકારકશક્તિ વધારવામાં મદદ કરે છે. આ શરીર માથી ફ્રી રેડિકલ્સને નીકાળવાનુ કામ કરે છે.

સ્કિન કેર

ગાજરના જ્યૂસમા વિટામીન સી બીટા કેરોટીન રહેલા છે. આ ચામડીની સમસ્યાઓથી બચાવે છે. વિટામીન સી કોલેજનના પ્રોડ્કશનને વધારવાનુ કામ કરે છે.

You may also like

એલોવેરા જ્યુસ પીવાના ફાયદા : શિયાળામાં ભુખ્યા પેટે એલોવેરા જ્યૂસ પીવાથી અઢળક ફાય

ઠંડીમા સવારે ગરમ ચા કે પાણી પીવુ કેટલુ યોગ્ય?

આંખોને ફાયદો

ગાજરનો જ્યૂસ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમા ન્યૂટીન અને જેક્સાથિન જેવા કંપાઉન્ડ જોવા મળે છે. તે આંખોના લેન્સ અને રેટીના માટે ખૂબ જ ફાયદાકારક છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

એલોવેરા જ્યુસ પીવાના ફાયદા : શિયાળામાં ભુખ્યા પેટે એલોવેરા જ્યૂસ પીવાથી અઢળક ફાયદા મળે છે