આ પાંચ ખરાબ આદતો વધારે છે બ્લડ પ્રેશર


By Prince Solanki17, Dec 2023 08:07 AMgujaratijagran.com

હાઈ બ્લડ પ્રેશર

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. ખરાબ ખાનપાન અને વધારે તણાવ લેવાથી લોકો હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બને છે. એવામાં જો બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવાં માંગો છો, તો આ ખરાબ આદતોને આજે જ છોડી દો. ચલો જાણીએ એ ખરાબ આદતો વિશે.

વધારે માત્રામાં મીઠાનું સેવન

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માટે મીઠાને ઓછી માત્રામાં સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. મીઠાનું વધારે માત્રામાં સેવન કરવાથી બ્લડ પ્રેશરનું જોખમ અનેકગણું વધી જાય છે.

કસરત ન કરવી

રોજ કસરત ન કરવાની આદત પણ બ્લડ પ્રેશરને વધારી દે છે. એટલા માટે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત જરૂર કરો.

તંમાકુનું સેવન

તંમાકુ અને ધૂમ્રપાન કરવાની આદત કૈંસર જેવી બીમારીઓનું જોખમ વધારે છે. આ ઉપરાંત શરીરમાં બ્લડ પ્રેશરને પણ વધારે છે. એવામાં પોતાને ફિટ રાખવા માટે તમાકુના સેવનથી દૂર રહો.

વધારે તણાવ લેવો

વધારે પડતો તણાવ પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ હોઈ શકે છે. એવામાં રોજ કસરત અને યોગાસન કરીને તમે તણાવથી બચી શકો છો.

આલ્કોહોલનું સેવન

તમાકુ સિવાય આલ્કોહોલનું વધારે સેવન કરવાથી પણ શરીરમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે.

કૈફીનનો ઉપયોગ ન કરો

રોજ વધારે માત્રામાં ચા અને કોફીનું સેવન કરવાથી તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે. માટે વધારે માત્રામાં ચા અને કોફી જેવા કૈફીનયુક્ત પદાર્થોનું સેવન કરવાથી બચવુ જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અખરોટ