આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અખરોટ


By Sanket M Parekh16, Dec 2023 04:18 PMgujaratijagran.com

અખરોટ

અખરોટમાં વિટામિન, ફાઈબર, મેગ્નેશિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન-ઈ સહિત અનેક પોષક તત્વો મળી આવે છે.

બેડ કોલેસ્ટ્રોલ

આ ઉપરાંત અખરોટમાં પોલીઅનસેચ્યૂરેટેડ ફેટી એસિડ મળી આવે છે. જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

અખરોટ ખાવાથી થતા નુક્સાન

શું તમે જાણો છો કે, અખરોટથી શરીરને અનેક નુક્સાન પણ થઈ શકે છે. તો ચાલો અખરોટ ખાવાથી થતાં નુક્સાન વિશે જાણીએ...

મોટાપો

અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. વધારે અખરોટ ખાવાથી શરીર પર ઉલટી અસર પણ થઈ શકે છે અને વજન વધી પણ શકે છે.

અલ્સર

અખરોટની તાસીર ગરમ હોય છે. જેના વધારે પડતા સેવનથી પેટમાં ગરમી થઈ શકે છે, જેનાથી અલ્સરની સમસ્યા હોઈ શકે છે.

એલર્જી

અખરોટના વધારે સેવનથી એલર્જી થઈ શકે છે. જો તમને કોઈ પ્રકારની એલર્જી હોય તો, વધારે અખરોટના સેવનથી બચવું જોઈએ.

ડાયરિયા

અખરોટમાં એવા કમ્પાઉન્ટ અને પોષક તત્વો હોય છે, જે ડાયરિયાની સમસ્યા પેદા કરી શકે છે. વધારે અખરોટનું સે્વન ડાયરિયાનું કારણ બની શકે છે.

દરરોજ એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાથી શરીરને થશે આ ચમત્કારિક ફાયદા