દરરોજ એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાથી શરીરને થશે આ ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh16, Dec 2023 04:00 PMgujaratijagran.com

શિયાળાની સિઝન

શિયાળાની સિઝનમાં શરીરને હેલ્ધી રાખવા માટે ખાસ ધ્યાન આપવું પડે છે. આ સિઝનમાં ચ્યવનપ્રાશનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ ઔષધીય ગુણો

ચ્યવનપ્રાશને અનેક ઔષધીઓથી બનાવવામાં આવે છે. જેમાં અકરકરા, બ્રાહ્મી, લવિંગ, અશ્વગંધા, ગિલોય, મુલેઠી, મુનક્કા મિક્સ કરીને બનાવવામાં આવે છે.

આ લાભ મળશે

ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે. જેના સેવનથી મળનાર ફાયદા વિશે જાણીશું.

પાચનશક્તિ મજબૂત બને

ચ્યવનપ્રાશનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. જેનું સેવન કરવાથી પેટ સબંધી સમસ્યા દૂર થાય છે.

ઈમ્યૂનિટી મજબૂત બને

શિયાળાની સિઝનમાં ઈમ્યુનિટી નબળી થઈ જાય છે. એવામાં ચ્યવનપ્રાશનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

સ્કિન માટે ફાયદેમંદ

ચ્યવનપ્રાશ હેલ્થની સાથે-સાથે સ્કિન માટે પણ ફાયદેમંદ હોય છે. જેનાથી સ્કિનમાં નિખાર આવે છે અને સ્કિન મોઈશ્વરાઈઝ થાય છે.

હાડકા મજબૂત બને

ચ્યવનપ્રાશમાં કેલ્શિયમ સહિત અન્ય અનેક પોષક તત્વો મળી આવે છે. જેના સેવનથી હાડકા મજબૂત બને છે.

હાર્ટ માટે હેલ્ધી

ચ્યવનપ્રાશ હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા મનાય છે. જેનું દરરોજ સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

1 ગ્લાસ દૂધમાં પિસ્તા નાખીને પીવાથી મળે છે આ ફાયદા