1 ગ્લાસ દૂધમાં પિસ્તાને મિલાવીને પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. પિસ્તામાં રહેલા પોષક તત્વો તમને ઘણી બીમારીઓથી રાહત મેળવવા માટે મદદ કરે છે. ચલો તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.
પિસ્તામાં ફાસ્ફોરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વ રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.
10 પિસ્તાને સારી રીતે છોલીને પીસી નાખો. આ પિસ્તાને દૂધમાં નાખીને 7 મિનિટ સુધીને ઉકાળો. ત્યારબાદ તે દૂધને ઠંડુ કરીને પી લો.
પિસ્તા વાળું દૂધ પીવાથી હાર્ટ સ્વસ્થ રહે છે. પિસ્તામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે.
રોજ એક ગ્લાસ પિસ્તા વાળું દૂધ પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. પિસ્તામાં રહેલી ફાઈબરની માત્રા બ્લડ શુગરની માત્રાને વધવા દેતી નથી.
પિસ્તામાં રહેલા કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી શરીરનો દુખાવો દૂર થાય છે.
રોજ એક ગ્લાસ પિસ્તાના જ્યુસમાં પુરુષોમાં સ્પર્મની ગુણવત્તામાં સુધારો થાય છે. આ ઉપરાંત તેના સેવનથી શિઘ્રપતન અને સેક્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.