લીંબુ ખાવાથી સ્વાસ્થ્યને જેટલાં ફાયદા મળે છે, એટલા જ ફાયદા તેને વાળમાં લગાવવાથી મળે છે. ચલો જાણીએ વાળમાં લીંબુ લગાવવાથી મળતા ફાયદા વિશે.
લીંબુમાં રહેલા પોષકતત્વો વાળને કોમળતા આપે છે. આ ઉપરાંત માથાના ભાગને મજબૂત કરવાનું પણ કામ કરે છે. એનાથી વાળ સ્મૂથ અને સિલ્કી બને છે. લીબુંમાં રહેલું એસીડીક નેચર ખોડાની સમસ્યાને પણ દૂર રાખે છે.
વાળને મજબૂત બનાવવા માટે તમે સરસોના તેલમાં લીંબુનો રસ મિલાવીને લગાવી શકો છો. આ પહેલા તમે તેલને નવશેકુ ગરમ જરૂર કરો.
તમે લીંબુના રસમાં એલોવેરાના જેલને ઉમેરીને લગાવી શકો છો. તે વાળને પોષણ પ્રદાન કરે છે. આ ઉપરાંત માથાના ભાગને કરવામાં પણ મદદ કરે છે.
વાળને મજબૂત બનાવવા માટે તમે લીંબુ પાણીથી વાળને ધોઈ શકો છો. તેનાથી વાળમાં છુપાયેલી ગંદકી આસાનીથી સાફ થઇ શકે છે.
વાળમાં જોવા મળતી ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લીંબુના રસમાં મધ અને ઓલિવ તેલ ઉમેરીને વાળમાં લગાવી શકો છો. 10 મિનિટ પછી વાળને ધોઈ નાખો.
લીંબુના રસમાં બ્લીચિંગ ઈફેક્ટ હોય છે જે તમારા વાળને બગાડી પણ શકે છે, માટે તેનો પ્રયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ.