આંખોને કમજોર બનાવે છે આ નાની નાની ભૂલો


By Prince Solanki22, Dec 2023 02:24 PMgujaratijagran.com

આંખ

આંખોને કમજોર બનવા પાછળ રોજની તમારી નાની નાની આદતો જવાબદાર હોય છે. ચલો જાણીએ આ ભૂલો વિશે.

મશીનોનો વધુ પડતો ઉપયોગ

વધુ પ્રમાણમા ફોન, લેપટોપ અને કોમ્પ્યૂટરનો ઉપયોગ કરવાથી આંખો કમજોર બને છે, જેથી તેનાથી થોડા થોડા સમયે બ્રેક લેવો જોઈએ. આ મશીનોની રેંજ તમારા મગજ પર પણ ખરાબ અસર નાખે છે.

આંખોને ચોળવી

તમારી આંખોને ચોળવી એ પણ આંખોને કમજોર થવાનુ કારણ હોય શકે છે. જેથી આંખોને વારંવાર ચોળવાનુ ટાળો.

કોન્ટેક્ટ લેંસ

જો તમે કોન્ટેક્ટ લેંસની સફાઈ બરાબર નથી કરતા તો તેનાથી પણ આંખો કમજોર થઈ શકે છે. તેનાથી આંખોમા માટી પણ ચોંટી શકે છે.

સ્મોકિંગ

સ્મોકિંગ કરવાથી તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે, તેના હાનિકારક કેમિકલ્સ આંખોને નુકસાન પહોંચાડે છે. તેનાથી મોતિયો પણ આવી શકે છે.

પોષણની ઉણપ

વિટામિન્સ, જિંક અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ડાયટ લેવાથી આંખો સ્વસ્થ રહે છે. પોષકતત્વોના ઉણપથી આંખો કમજોર થઈ શકે છે. આ ઉપરાંત લીલા શાકભાજી અને નટ્સ ખાઓ.

પૂરતી ઊંઘ લો

તમારે ઓછામા ઓછી 7-8 ક્લાક ઊંઘ લેવી જોઈએ. ઊંઘની ઉણપના કારણે પણ આંખો કમજોર થઈ શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દાદર- ખંજવાળ અને ખરજવાથી છૂટકારો અપાવશે હળદર