શરીરને ફિટ રાખવા માટે બ્રેકફાસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. બ્રેકફાસ્ટ પ્રોટીન, કાર્બ, વિટામિન અને મિનરલ્સથી ભરપુર હોવો જોઈએ.
જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગતા હોય, તેમણે પોતાની ડાયટમાં ઓછી કેલેરી વાળો બ્રેકફાસ્ટ સામેલ કરી શકો છો. જેને ખાવાથી વેટલૉસમાં મદદ મળશે.
દક્ષિણ ભારતનું લોકપ્રિય બ્રેકફાસ્ટ ઉપમા વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ ઑપ્શન છે. તમે રવા અને વેજીટેબલ મિક્સ કરીને ઉપમા બનાવી શકો છો.
મહારાષ્ટ્રની ડીશ મનાતા પૌવામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. જે ચોખામાંથી બને છે. જેને તમે બટાકા, ડુંગળી, સીંગદાણા નાંખીને બનાવી શકો છો.
રવા, ચોખા, અને દાળથી બનેલી ઈડલી સાઉથ ઈન્ડિયાનો સૌથી મનપસંદ બ્રેકફાસ્ટ છે. એક મીડિયમ ઈડલીમાં માત્ર 39 કેલેરી મળી આવે છે.
ઢોકળા અથવા ખમણ ગુજરાતની ડીશ છે. ચણાની દાળ, રવો, દહી અને હળદરથી બનતી આ ડીશ છે. જેને તમે વેટલૉસ ડાયટમાં સામેલ કરી શકો છો.
હોલ વ્હીટ બ્રેડથી બનેલી સેન્ડવીચમાં કાકડી, પાલક અને કોર્ન નાંખીને બનાવવામાં આવેલો આ ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ ઑપ્શન છે.