જાણો વાળમાં દહીં અને મુલતાની માટી લગાવવાના ફાયદા


By Bhavesh Chaudhary03, Sep 2024 06:37 PMgujaratijagran.com

દહીં અને મુલતાની માટી

લોકોની ખરાબ લાઈફસ્ટાઈલ અને વધારે તણાવમાં રહેવાના કારણે વાળ ખરવા લાગે છે. જેના માટે મહિલાઓ દહીં અને મુલતાની માટી વાળમાં લગાવે છે. પરંતુ જાણો આ બંને સાથે લગાવવાથી કયા ફાયદા થઈ શકે છે.

દહીંના ગુણધર્મો

દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન-બી5, વિટામીન-ડી અને પ્રોબાયોટીક્સ જેવા પોષકતત્વો મળી આવે છે. જેનાથી દહીં વાળમાં લગાવવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

દહીં અને મુલતાની માટી

જો તમે મુલતાની માટીના પાવડરને દહીંમાં ભેળવીને લગાવો છો તો તે સ્કેલ્પને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે તે વાળને લગતી સમસ્યાઓથી પણ રાહત આપે છે.

સિલ્કી વાળ

જો તમે વાળની શુષ્કતાથી પરેશાન છો તો તમે તમારા માથા પર દહીં અને મુલતાની માટીનું પેક લગાવી શકો છો. જેથી વાળ સિલ્કી બને છે.

માથાની ત્વચા સાફ રહેશે

મુલતાની માટીના પાવડરને દહીંમાં ભેળવીને માથા પર લગાવવાથી માથાની ત્વચા સાફ થઈ જાય છે. ઉપરાંત તે વાળને મૂળથી મજબૂત બનાવે છે.

વાળમાં વૃદ્ધિ

વાળને ઝડપથી વધારવા માટે મુલતાની માટીને દહીંમાં ભેળવીને લગાવી શકો છો. આ ઉપરાંત તે વાળને ચમકદાર બનાવે છે.

આ રીતે બનાવો

આ માટે સૌપ્રથમ એક બાઉલમાં મુલતાની માટીનો પાવડર લઈને તેમાં દહીંને સારી રીતે મિકસ કરી એક સ્મૂથ પેસ્ટ બનાવી શકાય છે.

વાળ પર લગાવો

આ હેર પેસ્ટ તમારા વાળ પર લગાવીને લગભગ 20 મિનિટ સુધી પેકને વાળમાં રાખ્યા બાદ વાળ ધોઈ લો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે નાળિયેરનું દૂધ બનાવવું છે એકદમ સરળ, જાણી લો બનાવાની રીત