હાઈ બ્લડ પ્રેશરના આ લક્ષણોને જાણો તમારા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો


By Smith Taral01, Feb 2024 05:33 PMgujaratijagran.com

હાયપરટેન્શન, જેને હાઈ બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અસર તીવ્ર હોતી નથી તેથી અનુભવ કરી શકાતો નથી પરંતુ વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર અસર કરી શકે છે. આ સ્ટોરમાં હાઈ બ્લડ પ્રેશરના કેટલાક લક્ષણો વિશે જણાવીશું જેને દરેક વ્યક્તિએ જાણવા જરુરી છે.

સતત માથાનો દુખાવો રહેવો

જો તમને સતત માથાનો દુખાવો અને ચક્કર જેવુ રહેતુ હોય તો તે હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિ સૂચવે છે.

વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ

હાયપરટેન્શનની અંદર આંખોની દ્રષ્ટિની સમસ્યાઓ હોઈ શકે છે જેમ કે તમને વસ્તુઓ અસ્પષ્ટ દેખાવી અથવા જોવામા ખલેલ પડવી.

હાંફ ચઢવી

જો તમારી રૂટિન લાઇફમાં તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો લક્ષણ હાઈ બ્લડ પ્રેશર સૂચવે છે.

You may also like

જાણો કયું તેલ છે કોલેસ્ટ્રોલ મુક્ત

દવા વગર ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલમાં રાખવું? ચાલો જાણીએ

અનિયમિત ધબકારા

હૃદયમાં અનિયમિત ધબકારાની પેટર્ન હોવી એ હાયપરટેન્શનની સંકેત હોઈ શકે છે.

છાતીનો દુખાવો

છાતીમાં નિયમિત રીત દુખાવો રહેતો હોય તો હાયપરટેન્શન હોઈ શકે છે તેની અવગણના કરશો નહીં

વધુ માહીતી માટે તમે તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો, કારણ આ એક સામાન્ય માહિતી છે. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને હેલ્થ રીલેટેડ વધું સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

આ બીજના સેવનથી પીરિયડસના દુખાવામાંં રાહત મળે છે