હાર્ટ બ્લોકેજ ત્યારે થાય છે, જ્યારે હાર્ટની આર્ટરીમાં થતું બ્લડ સર્ક્યુલેશન પાર્શિયલી કે પુરી રીતે બ્લૉક થઈ જાય. જેનું કારણ આર્ટરીમાં પ્લાક બિલ્ડ અપ થવાનું હોય છે. જેના પરિણામે શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે.
જો તમે સામાન્ય કસરત કરો, તો પણ તમને થાકનો અહેસાસ થવા લાગે તો તે પણ હાર્ટ બ્લોકેજનું લક્ષણ છે. હકીકતમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત ના થવાના કારણે પુરતા પ્રમાણમાં ઑક્સિજન નથી મળી શકતો, જેના કારણે આવું થતું હોય છે.
જો તમને છાતીમાં દુખાવો થતો હોય, તો તે હાર્ટ બ્લોકેજનું લક્ષણ હોઈ શકે છે. હાર્ટ બ્લોકેજ થવા પર છાતીમાં દુખાવો અને છાતી ભારે લાગવા માંડે છે.
જો તમને કોઈ કારણ વિના ઉલટી અને ઉબકાની સમસ્યા થવા લાગે, તો તે પણ હાર્ટ બ્લોકેજનું લક્ષણ માનવામાં આવે છે.
સામાન્ય રીતે હેલ્ધી હાર્ટ એક મિનિટમાં 60 થી 100 વાર ધબકતું હોય છે. જો કે હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય, ત્યારે આ સંખ્યા ઘણી ઘટી જતી હોય છે.
સતત શ્વાસ ચડવો પણ હાર્ટ બ્લૉકેજનું એક લક્ષણ માનવામાં આવે છે. ફિજિકલ એક્ટિવિટી કરવાથી શ્વાસ ચડવા લાગે છે અને ઘણી વખત છાતીમાં અચાનક દુખાવાનો અહેસાસ થવા લાગે છે. જેને હાર્ટ બ્લોકેજનો સંકેત માનવામાં આવે છે.