Rectal Cancer: ગુદા કેન્સરની શરૂઆત શરીરમાં કેવી રીતે થાય છે?


By Sanket M Parekh01, Jun 2025 04:01 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

રેક્ટલ કેન્સર મળાશય અર્થાત ગુદામાર્ગમાં થતું કેન્સર છે. સમયસર તેના લક્ષણો ઓળખવા જરૂરી છે, જેથી ઝડપથી સારવાર થઈ શકે. જો તેના લક્ષણોને સાધારણ સમજીને ઈગ્નોર કરી દેવામાં આવે, તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીતા ઑન્કોલોજિસ્ટ ડૉ. શિશિર શેટ્ટી પાસેથી જાણીએ ગુદા કેન્સરની શરૂઆત શરીરમાં કેવી રીતે થાય છે અને તેના લક્ષણો ક્યા-ક્યા છે

ગુદા કેન્સરની શરૂઆત

મળાશય કેન્સર જેને રેક્ટલ કેન્સર પણ કહેવાય છે, તે મોટા આંતરડાના છેડાના ભાગે ગુદામાં શરૂ થાય છે. જેની શરૂઆત મોટાભાગે નાની-મોટી ગાંઠો (પોલિપ્સ)થી થાય છે. જે સમય જતાં કેન્સરમાં બદલાઈ શકે છે. જો સમયસર તેના લક્ષણો પારખીને સારવાર શરૂ ના કરવામાં આવે, તો તેને કંટ્રોલ કરવું અશક્ય થઈ જાય છે.

સ્ટૂલમાં લોહી પડવું

જો તમારા મળમાં ગાઢ લાલ કે મરૂણ રંગનું લોહી દેખાય, તો તે રેક્ટલ કેન્સરનો પહેલો સંકેત હોઈ શકે છે. જો લાંબા સમય સુધી આ લક્ષણો જળવાઈ રહે, તો તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

મળ ત્યાગવાની આદતમાં ફેરફાર

વારંવાર કબજિયાત કે ડાયેરિયા થાય કે મળ ત્યાગ કરવાની આદતોમાં ફેરફાર જણાય, તો તે રેક્ટલ કેન્સરનો સંકેત હોઈ શકે છે. જો આવી સ્થિતિ સતત જળવાઈ રહે, તો તેને સાધારણ સમજવાની ભૂલ કદાપી ના કરવી જોઈએ.

પેટમાં સતત ગરબડ

પેટમાં દુખાવો, પેટ સતત ભારે લાગે કે બ્લોટિંગની સમસ્યા રહે, તો તે પણ રેક્ટલ કેન્સરનું કારણ હોઈ શકે છે. જો દવાઓથી કોઈ ફેર ના પડે, તો મેડિકલ ટેસ્ટ અચૂક કરાવવો જોઈએ.

સતત થાક લાગવો

નાના-નાના કામ કરવામાં થાક લાગી જાય, લાંબા સમય સુધી એનર્જીનો અભાવ રહેતો હોય, તો તે પણ રેક્ટલ કેન્સરનો સંકેત હોઈ શકે છે. જેને ઈગ્નોર ના કરવા જોઈએ.

પેટ સાફ ના થતું હોય તેવું લાગે

જો ટૉઈલેટ ગયા પછી પણ એવું લાગ્યા કરે કે, પેટ વ્યવસ્થિત સાફ નથી થયું, તો તે પણ રેક્ટલ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આથી તેના પર ધ્યાન આપવું જોઈએ.

મળ પાતળું પડે

જો મળ પહેલાની તુલનામાં પાતળું કે રિબિન જેવું નીકળવા લાગે, તો તે આંતરડામાં અવરોધનો સંકેત હોઈ શકે છે. આ પણ રેક્ટલ કેન્સર સાથે સંકળાયેલું લક્ષણ છે.

રોટલી કે પરાઠા પર ઘી લગાવીને ખાવાથી શું થાય છે?