Heart Blockage: સાવધાન...હ્રદયની નસો બ્લૉક થવા પર શરીર આપે છે આ સંકેત


By Sanket M Parekh22, Feb 2025 04:45 PMgujaratijagran.com

હાર્ટ બ્લૉકેજ

હ્રદયની નસોમાં લોહીના ગઠ્ઠા, સોજા અને બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવાથી ઑક્સિજનની કમી થવા માંડે છે. જેના પરિણામે ઘણી વખત હ્દયની નસો બ્લૉક થવા લાગે છે. આ લેખમાં અમે આપને જણાવીશું કે, હાર્ટની નસો બ્લોક થવા પર શરીરમાં ક્યા-ક્યા લક્ષણ જોવા મળે છે.

છાતીમાં દુખાવો

હાર્ટની નસો બ્લોક થવા પર ઘણી વખત છાતીમાં તીવ્ર દુખાવો, બળતરા કે છાતી ભારે લાગવા માંડે છે. આ તીવ્ર દુખાવો ડાબા હાથ, જડબા અને પીઠ સુધી પણ અનુભવાય છે.

શ્વાસ ફુલવો

વ્યક્તિને સામાન્ય કામ કરવામાં પણ શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. વારંવાર શ્વાસ ફુલવો હાર્ટ સુધી યોગ્ય પ્રમાણમાં ઑક્સિજન ના પહોંચવાનો સંકેત છે.

વારંવાર થાક લાગવો

જો કોઈ કામ કર્યા વિના પણ તમને થાક લાગતો હોય, તો તે હાર્ટની નસોમાં બ્લૉકેજનો સંકેત હોઈ શકે છે.

વધારે પરસેવો વળવો

કોઈ વધારે પરિશ્રમ વિના અચાનક તમને ઠંડો પરસેવો વળવા લાગે, તો તે પણ હાર્ટની નસો બ્લોક થવાનો સંકેત હોઈ શકે છે.

ચક્કર આવવા

જો નસો બ્લૉક થઈ જાય, તો મગજ સુધી યોગ્ય પ્રમાણમાં લોહી નથી પહોંચતું. જેના પરિણામે ચક્કર આવવા, આંખોની આગળ અંધારું છવાઈ જવું અને બેભાન થઈ જવાય તેવું લાગ્યા કરે છે.

Gulkand Benefits: પેટ અને આંતરડાની સફાઈ માટે અમૃત છે ગુલકંદ, બસ આ રીતે ખાવ