Gulkand Benefits: પેટ અને આંતરડાની સફાઈ માટે અમૃત છે ગુલકંદ, બસ આ રીતે ખાવ


By Sanket M Parekh22, Feb 2025 04:06 PMgujaratijagran.com

પેટ અને આંતરડાની સફાઈ

આપણામાંથી અનેક લોકો એવા હશે, જે આંતરડામાં ગંદકીની સમસ્યા અને વહેલી સવારે પેટ સાફ કરવામાં ઘણો સમય લેતા હોય છે.આવા લોકો માટે ગુલકંદ અમૃત સમાન ગણાય છે.

ગુલકંદ શું છે?

આયુર્વેદમાં ગુલકંદનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ગુલકંદ ગુલાબના પાંદડામાંથી બનાવવામાં આવે છે. જેનો સ્વાદ એકદમ મીઠો હોય છે. આ સાથે જ તે પેટ અને આંતરડા માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે.

ખાલી પેટ ખાવ ગુલકંદ

આયુર્વેદ અનુસાર, ગુલકંદને ખાલી પેટ ખાવું જોઈએ.જો તમે દરરોજ 1 ચમચી ગુલકંદ ખાલી પેટ ખાવાનું રાખશો, તો મળ સરળતાથી નીકળી જશે.

રાતના સમયે ખાવ

આયુર્વેદ અનુસાર, ગુલકંદને રાતના સમયે પણ ખાઈ શકાય છે. આ માટે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગુલકંદ મિક્સ કરીને પી જવું જોઈએ.

પેટ અને આંતરડાની સફાઈ

ગુલકંદનું સેવન કરવાથી પેટ અને આંતરડાની સફાઈ સરળતાથી સમયાંતરે થતી રહે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે, રોજ એક ચમચીથી વધારે ગુલકંદ ના ખાવું જોઈએ.

ડાયાબિટીશના દર્દીઓ સાચવે

આમ તો ગુલકંદ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે, પરંતુ ડાયાબિટીશના દર્દીઓના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. હકીકતમાં ગુલકંદમાં સુગર વધારે પ્રમાણમાં હોય છે, જેથી ડાયાબિટીશના દર્દીઓએ બને ત્યાં સુધી તબીબની સલાહ અનુસાર ખાવું જોઈએ.

તબીબની સલાહ

જો ગુલકંદ ખાવા છતાં પણ તમને મળ ત્યાગ કરવામાં સમસ્યા થઈ રહી હોય અને આંતરડા વ્યવસ્થિત સાફ ના થતા હોય, તો તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

Bajra Water Benefits: ડાયાબિટીસમાં બાજરીનું પાણી પીવાથી શું થાય છે?