બ્લડ સુગરની સમસ્યા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. આજના સમયમાં નાના બાળકો પણ સુગરની સમસ્યાનો શિકાર બની રહ્યા છે. એવામાં SCPM હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ. શેખ ઝફરના જણાવ્યા પ્રમાણે, બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો વિલંબથી દેખાતા હોય છે અને તે સરળતાથી ઓળખાતા પણ નથી. એવામાં બાળકોને ખાસ કાળજી લેવાની જરૂર છે.
બાળકોને સુગર થવા પર ખૂબ જ તરસ લાગે છે. જો તમારું બાળક જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાનું શરૂ કરે, તો તે સુગરનું લક્ષણ હોઈ શકે છે.
બ્લડ સુગરની સમસ્યા હોય ત્યારે બાળકો વારંવાર ટૉઈલેટ જાય છે. આમ છતાં તેઓ પથારી ભીની કરી દે છે.
ઘણીવાર બ્લડ સુગરની સમસ્યાને કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અને વારંવાર બેહોશ થવાની પરેશાની થઈ શકે છે.
ચીડિયાપણું, વારંવાર રડવું, ગુસ્સો આવવો જેવા બાળકોના મૂડમાં ફેરફાર જોવા મળે તો તે બ્લડ સુગરનો સંકેત હોઈ શકે છે
ઘણીવાર બાળકોનું વજન અસંતુલિત થઈ જાય છે, જેમાં બાળકોનું વજન કાં તો ખૂબ વધવા લાગે છે અથવા ઓછું થવા લાગે છે. આ બાળકોમાં સુગરની બીમારીનું લક્ષણ હોઈ શકે છે.
સુગરની સમસ્યા હોવા પર બાળકોને ચાલવા-ફરવામાં તકલીફ થાય છે અને તેમને જલ્દી થાક લાગે છે.