મોટાભાગના લોકો એવું જ વિચારે છે કે, બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓને જ થાય છે, પરંતુ પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. આ એક દુર્લભ બીમારી છે, પરંતુ તેના વિશે જાગૃક્તા પણ એટલી જ જરૂરી છે. તો ચાલો જાણીતા ઑન્કોલૉજિસ્ટ ડૉ. વિશેષ ગુમદાલ પાસેથી તેના વિશે વિગતવાર જાણીએ...
પુરુષોના બ્રેસ્ટમાં પણ ટિશ્યૂ હોય છે. જ્યારે તેની કોશિકાઓમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે, ત્યારે પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.જો કે મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવાના સૌથી સામાન્ય લક્ષણોમાં સ્તનમાં ગાંઠ થવી મુખ્ય છે. આ ગાંઠ દુઃખાવા વિનાની હોઈ શકે છે અને ધીમે-ધીમે તે વધવા લાગે છે. આથી તેને સાધારણ સમજીને ક્યારેય નજરઅંદાજ ના કરવી જોઈએ.
સ્તનમાં સોજો, લાલાશ પડે કે પછી નિપ્પલમાંથી લિક્વિડ નીકળનું પણ બ્રેસ્ટ કેન્સરનો સંકેત હોઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
બ્રેસ્ટ ટિશ્યૂ વધવાથી ગાંઠ બને તેને ગાઈનેકોમાસ્ટિયા કહેવામાં આવે છે. આ કેન્સર નથી, પરંતુ તેનાથી બ્રેસ્ટ કેન્સરનો ભ્રમ ઉભો થતો હોય છે.
BRCA1 અને BRCA2 જેવા જીન પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે. આ એક જિનેટિક ડિસોર્ડર હોઈ શકે છે, જે પરિવારમાંથી પ્રાપ્ત થતો હોય છે.
પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું ઓછું લેવલ અને એસ્ટ્રોજનનું વધારે પ્રમાણ બ્રેસ્ટ કેન્સરના ખતરાને વધારે છે. હોર્મોનલ અસંતુલન પણ તેનું કારણ બની શકે છે.
માસ્ટેક્ટૉમી સર્જરીના માધ્યમથી બ્રેસ્ટ કેન્સરને હટાવી શકાય છે. આ સિવાય રેડિયોથેરાપી, કીમોથેરાપી અને હોર્મોન બ્લોકિંગ થેરાપીની સારવાર પણ ઉપલબ્ધ છે.