Pulses Side Effects: વધારે દાળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે આ 5 ગંભીર નુકસાન


By Sanket M Parekh14, Jun 2025 03:58 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

પ્રોટીનથી ભરપુર દાળ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે, પરંતુ જો તેનું વધારું પડતું સેવન કરવામાં આવે તો શરીરને ગંભીર નુકસાન પહોંચી શકે છે. આથી જ દાળને લિમિટમાં જ ખાવી જોઈએ. તો ચાલો આ સંદર્ભે લખનઉની વેલનેટ ડાયટ ક્લીનિકના ડાયેટીશિયન ડૉ. સ્મિતા સિંહ પાસેથી જાણીએ કે, વધારે દાળ ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી વિપરિત અસર થાય?

ગેસની સમસ્યા

જેની પાચન શક્તિ નબળી હોય, તેમને વધારે દાળ ખાવાથી ગેસ અને પેટ ફુલવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સાથે જ બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓ તબીબની સલાહ લઈને જ દાળ ખાવી હિતાવહ રહેશે.

કિડની પર અસર

દાળમાં ઑક્સલેટ અને પ્યૂરીનનું પ્રમાણ વધારે હોય છે, જે કિડની સ્ટોનનું કારણ બની શકે છે. આર્થરાઈટિસના દર્દીઓએ પણ દાળ કે બીન્સ ખાતા પહેલા એક વખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

થાયરોઈડના દર્દી

થાયરોઈડની સમસ્યા હોય, તેમણે પણ દાળ ખાવાનું બને તો ટાળવું જોઈએ, કારણ કે દાળમાં રહેલું પ્રોટીનથી થાયરોઈડનું સ્તર વધી શકે છે. આજ કારણોસર થાયરોઈડના દર્દીઓએ દાળ ખાતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

વજન વધારે

દાળમાં પ્રોટીન અને કેલેરી બન્ને હોય છે. જો તમે પહેલાથી જ હાઈ પ્રોટીન ડાયટ લઈ રહ્યાં હોવ, તો વધારે પડતી દાળ ખાવાથી વજન વધવાની સંભાવના અનેકગણી વધી જાય છે.

પેટમાં દુખાવો અને અપચો

દાળ વધારે પડતી ખાવામાં આવે, તો અપચો, પેટમાં દુખાવો અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યા વકરી શકે છે. આટલું જ નહીં, મસુર,રાજમા, અડદ અને છોલે ચણા રાતે ખાવા હાનિકારક નીવડી શકે છે.

કેટલી દાળ ખાવી યોગ્ય

ડાયેટીશિયન સ્મિતા સિંહના જણાવ્યા અનુસાર, દરરોજ 1-2 ગ્રામ પ્રતિ કિલો વજન પ્રમાણે દાળ ખાવી સુરક્ષિત હોય છે. એટલે કે જો તમારું વજન 60 કિલો હોય, તો તમારે 60 ગ્રામથી વધારે દાળ ના ખાવી જોઈએ.

શું ડાયાબિટીસમાં જામુન ખવાય કે નહીં? જાણો