હાલ હૃદયને લગતી સમસ્યાઓના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કેટલાક લોકોના હૃદયના મસલ્સ કમજોર હોય છે. આવો જાણીએ હૃદય નબળુ પડવા પર કયા લક્ષણો જોવા મળે છે.
જો તમારા હૃદય પર દબાણ અનુભવાય અને બેચેની પણ રહે છે તો આ કમજોર હૃદયના સંકેત હોઇ શકે છે. હાર્ટની આર્ટરી બ્લોક થવા પર આ સંકેત જોવા મળે છે.
હૃદય કમજોર હોવાના લક્ષણોમાં હાઇ બ્લડ પ્રેશર પણ સામેલ છે. બ્લડ પ્રેશર હાઇ હોવાથી હાર્ટ અકેટની સંભાવના પણ પણ રહે છે. નિયમિત બ્લડ પ્રેશર ચેક કરતાં રહો.
હાર્ટના મસલ્સ કમજોર પડવા પર શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે. સતત શ્વાસ લેવામાં મુશ્કેલી આવતી હોય તો તેની અવગણના ના કરો. કમજોર હૃદયના કારણે પણ શ્વાસને લગતી સમસ્યા થઇ શકે છે.
છાતીની ડાબી બાજુ અને ખભામાં સતત દુખાવો થવો કમજોર હૃદયના સંકેત હોઇ શકે છે. આ લક્ષણો જોવા મળે તો રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
હૃદયની કમજોરીની શરૂઆના લક્ષણો છાતીમાં બળતરા અને પીત્તની સમસ્યા થઇ શકે છે. આ તકલીફ વધુ સમય સુધી જોવા મળે તો ડોક્ટરને જરૂર બતાવો.
હૃદય કમજોર હોવાના કારણે સૂતા સમયે કેટલી મુશ્કેલી આવી શકે છે. સૂતા સમયે શ્વાસ લેવામાં મુશ્કેલી આવી શકે છે સાથે જ નસકોરા કમજોર હૃદય તરફ ઇસારો કરે છે.