વધારે પડતાં જીમ જતાં અને કસરત કરતાં લોકો પ્રોટીન શેકનું સેવન કરતા હોય છે. શું તમે જાણો છો વધુ માત્રામાં પ્રોટીન શેક પીવાથી તમારા શરીરને નુકસાન પણ થાય છે.
જરૂરત કરતાં વધારે પ્રોટીન શેકનું સેવન તમારા લીવરને નુકસાન પહોંચાડે આ સાબીત થઇ ચૂક્યું છે. વધુ માત્રામાં પ્રોટીન શેક પીવાથી તમારા લીવરમાં સોજા આવી શકે છે.
બ્લડ પ્રેશર લો હોવા પર પ્રોટીન શેક પીવાથી દૂર રહેવું જોઇએ. વધુ માત્રામાં પ્રોટીન શેક પીવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. આ કારણે બ્લડ પ્રેશરના દર્દીઓએ પ્રોટીન શેકની પીવામાં ધ્યાન રાખવું.
પ્રોટીન શેકનું સેવન વધુ કરવાથી તમારી બોડી ડિહાઇડ્રેશન થઇ શકે છે. શરીરમાં પ્રોટીની વધુ હોવાથી પાણીની ઉણપ થવા લાગે છે. બોડીને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે મર્યાદિત માત્રામાં પ્રોટીને શકે પીવો.
શું તમે જાણો છો પ્રોટીન શેક વધુ પીવાથી તમારી સ્કિનને નુકસાન પહોંચી શકે છે. પ્રોટીન શેકનું વધુ સેવન ખીલ અને રેશીઝ જેવી સ્કિનને લગતી સમસ્યા થઇ શકે છે.
ગેસની સમસ્યાથી બચવા માગો છો તો પ્રોટીન શેકનું સેવન મર્યાદિત માત્રામાં કરો. આનું વધારે સેવન તમારા આંતરડા માટે નુકસાનકારક હોય છે. આ માટે પ્રોટીન શેક ઓછું પીવો.