આજકાલ યુવાનોમાં ફિટનેસ અને મસલ્સયુક્ત બૉડીનો ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જેના માટે લોકો વહેલી સવારે ઉઠીને જિમમાં જઈને હેવી વર્કઆઉટ કરીને પોતાની બૉડી બનાવવા મથી રહ્યાં છે, પરંતુ શું તમે જાણો છો કે, આ રીતે હેવી વર્કઆઉટ કરવું તમારા માટે હાર્ટ એટેકનું કારણ બની શકે છે
એવામાં આજે અમે આપને જણાવીશું કે, જિમમાં હાર્ટ એટેક આવતા પહેલા શરીર ક્યા-ક્યા સંકેત આપે છે. આ સંકેત દેખાય, તો તાત્કાલિક એક્સરસાઈઝ બંધ કરીને તબીબની સલાહ લેવી જોઈએ.
જિમમાં વર્ક આઉટ કરતી વખતે શ્વાસ ચડે, તે સામાન્ય બાબત છે, પરંતુ જો વધારે સમય સુધી તમને શ્વાસ લેવામાં તકલીફ રહે, તો તે સારું નથી. જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
જો તમને વર્ક આઉટ કરતી વખતે થોડો ઘણો પરસેવો વળે, તો કોઈ સમસ્યા નથી. જો હદથી વધારે પરસેવો વળે, તો તે નબળા હ્રદયની નિશાની ગણાય છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તબીબને મળવું જોઈએ.
જો વર્ક આઉટ વખતે તમને અચાનક છાતી ભારે લાગવા માંડે અને સામાન્ય દુખતું હોય, તેવું લાગે, તો તાત્કાલિક એક્સરસાઈઝ બંધ કરી દેવી જોઈએ. જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
જો વર્ક આઉટ કરતી વખતે તમને ડાબા જડબામાં અચાનક દુખાવાનો અહેસાસ થવા લાગે, તો તમારે એક્સરસાઈઝ બંધ કરી દેવી જોઈએ અને કોઈ તબીબની સલાહ લેવી જોઈએ. જડબામાં અચાનક દુખાવો પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
સ્મોકિંગ અને શરાબનું વ્યસન હોય, તેવા લોકોના ફેફસા નબળા પડી જતા હોય છે. ખાસ કરીને આવી વ્યક્તિને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.