કિડની આપણા શરીરનું ફિલ્ટર છે, જે લોહીને શુદ્ધ કરવા સાથે જ બૉડીમાંથી વિષયુક્ત પદાર્થ બહાર નીકાળે છે, પરંતુ જ્યારે તેના પર અસર થાય, ત્યારે કિડનીના કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.
SCPM મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલના કેન્સર રોગ નિષ્ણાંત ડૉ. સુદિપસિંહે જણાવ્યું કે, કિડનીના કેન્સરના અનેક પ્રકાર હોઈ શકે છે. જે પૈકી સૌથી સામાન્ય છે કે, રીનલ સેલ કાર્સિનોમા
કિડનીનું કેન્સર ત્યારે થાય છે, જ્યારે તેની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે અને પછી ટ્યૂમર અર્થાત ગાંઠ બનાવી લે. આ ટ્યૂમર આગળ જતાં શરીરના અન્ય ભાગને પણ નુકસાન પહોંચાડી શકે છે.
કિડની કેન્સરના શરૂઆતમાં ક્યારેય કોઈ લક્ષણો દેખાતા નથી. જેમ-જેમ ટ્યૂમર વધે છે, તેમ-તેમ શરીર કેટલાક સંકેતો આપે છે. જેને સાધારણ સમજીને નજરઅંદાજ કરવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ.
પેશાબમાંથી લોહી પડવું કિડની કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ છે, જે કોઈ પણ જાતના દુખાવા વિના પણ થઈ શકે છે.જેને ઘણાં લોકો સામાન્ય ઈન્ફેક્શન સમજીને ઈગ્નોર કરી દેતા હોય છે.
પેટના નીચેના ભાગ કે પીઠમાં સતત દુખાવો રહેતો હોય. ખાસ કરીને કિડનીની આસપાસ દુખાવો થતો હોય, તો કિડનીના કેન્સરનો સંકેત હોઈ શકે છે. જેને ક્યારેય નજરઅંદાજ ના કરવું જોઈએ.
વારંવાર પેશાબ આવતો હોય, પેશાબ અટકી જતો હોય કે તેના પ્રમાણમાં ફેરફાર જણાય, તો તે પણ કિડની સાથે સંકળાયેલી કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
અચાનક ઝડપથી વજન ઉતરવા લાગે, સતત નબળાઈનો અહેસાસ રહે અને કાયમ થાક રહે તો તે પણ કિડનીના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને, આવો અહેસાસ કોઈ કારણ વિના થતો હોય, તો સતર્ક થવામાં જ શાણપણ છે.
હાઈ બ્લડ પ્રેશર અને લોહીની ઉણપ (એનીમિયા) જેવી સ્થિતિ પણ આ બીમારી દરમિયાન જોવા મળી શકે છે. જે સમયસર મેડિકલ ટેસ્ટ કરાવવાની આવશ્યક્તા દર્શાવે છે.
સ્મોકિંગ અને ડ્રિન્કિંગની આદત છોડવી, વજન કંટ્રોલમાં રાખવું, નિયમિત એક્સરસાઈઝ કરવી, સંતુલિત ડાયટથી કિડનીના કેન્સરનો ખતરો ટાળી શકાય છે. જો તમને ઉપરોક્ત જણાવેલા કોઈ ગંભીર લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી હિતાવહ છે.