નાકનું કેન્સર થવું એક ગંભીર હોવાની સાથે-સાથે હંમેશા નજરઅંદાજ કરવામાં આવતી બીમારી છે. જેમાં નાકની અંદરની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે. જે આગળ જતાં આસપાસના ભાગને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે.
આ અંગે હીલિંગ કેર સેન્ટરના ENT સ્પેશિયાલિસ્ટ ડૉ. અંકુર ગુપ્તાએ જણાવ્યું છે કે, નાકનું કેન્સર ત્યારે જ થાય છે, જ્યારે નાકની અંદર કફ બનાવતી કોશિકાઓ અસામાન્ય રીતે વિકસિત થવા લાગે છે.
હંમેશા લોકો સાઈનસની સમસ્યા સમજીને નાકના કેન્સરના લક્ષણોને નજરઅંદાજ કરતા હોય છે. જો કે નાક સતત બંધ રહેવું, નાકની અંદર સોજો થવો અને વારંવાર નાકમાંથી લોહી પડવું જેવા લક્ષણો લાંબા સમય સુધી રહેતા હોય, તો તબીબનો સંપર્ક સાધવો જ રહ્યો.
જો નાકમાંથી લોહી પડતું હોય, દાંત સુન્ન પડી જતાં હોય અને ચહેરા પર ગાંઠ જેવો અહેસાસ થતો હોય અને આંખમાં સોજા જેવું લાગતું હોય, તો તે નાકના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
નાકના કેન્સરના અન્ય લક્ષણોમાં મોંઢુ ખોલવામાં તકલીફ, ગળામાં ગાંઠ, સતત થાકનો અહેસાસ, જે અન્ય કોઈ સામાન્ય બીમારીની જેમ જ લાગી શકે છે. જો તેને ઈગ્નોર કરવામાં આવે, તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
સ્મોકિંગ કરનારા લોકોને નાકનું કેન્સર થવાનો ખતરો સૌથી વધારે રહેતો હોય છે. તમાકુંના કારણે બનતી હાનિકારક ગેસ નાકની કોશિકાઓને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે.
જે લોકોને કેમિકલ્સ વાળી જગ્યાઓ પર કામ કરવું પડતું હોય કે લાંબા સમય સુધી એર પૉલ્યુશનના સંપર્કમાં રહેવું પડતું હોય, તો તેવા લોકોને નાકનું કેન્સર થવાનો ખતરો સૌથી વધારે રહે છે.
નાકનું કેન્સર ઉંમર વધવાની સાથે થવાની સંભાવના રહે છે. ખાસ કરીને 50ની વય બાદ અને પુરુષોમાં આ બીમારી મહિલાઓની સરખામણીમાં વધારે જોવા મળે છે.
નાકના કેન્સરથી બચવા માટે સ્મોકિંગથી દૂર રહેવું, પ્રદૂષિત હવાથી બચવું તેમજ નાક સબંધિત સમસ્યાની સમયસર સારવાર કરાવવી આવશ્યક છે.