Heart Attack Signs: મિની હાર્ટ એટેકમાં કઈ જગ્યાએ દુખાવો ઉપડે છે?


By Sanket M Parekh30, Apr 2025 04:09 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

મિની હાર્ટ એટેકને મેડિકલ ભાષામાં એનજાઈના અર્થાત માઈનર કાર્ડિયાક એરેસ્ટ કહેવામાં આવે છે. જેમાં હ્રદયને સંપૂર્ણ નુકસાન નથી થતું, પરંતુ તે ખતરાનો સંકેત હોઈ શકે છે. તો ચાલો જાણીએ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અવધેશ શર્મા પાસેથી મિની હાર્ટ એટેકમાં કઈ જગ્યાએ દુખાવો ઉપડે છે

દુખાવાની શરૂઆત કેવી રીતે થાય?

મિની હાર્ટ એટેકમાં હંમેશા છાતીની વચ્ચો વચ્ચ સામાન્ય દબાણ જેવો દુખાવા જેવો અહેસાસ થાય છે. આ દુખાવો ધીમે-ધીમે વધી શકે છે અને બેચેની ઉભી કરે છે.

દુખાવો ક્યા-ક્યા ફેલાય?

આ દુખાવો છાતીમાંથી શરૂ થઈને ડાબા હાથ, ગળું, જડબા અને પીઠ સુધી ફેલાઈ શકે છે. ઘણી વખત તો માત્ર ખભા અને હાથમાં જ દુખાવો થતો હોય છે.

સામાન્ય ગેસ કે હ્રદયનો દુખાવો

ગેસના દુખાવા અને હાર્ટ એટેકના દુખાવા વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે. હાર્ટ એટેકમાં સતત દુખાવો રહે છે અને આરામ કરવા છતાં તીવ્ર પીડા અનુભવાય છે.

શ્વાસ લેવામાં તકલીફ

મિની હાર્ટ એટેકમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. થોડાક જ પગથિયા ચડતા તેમજ થોડું ચાલવાથી શ્વાસ ફુલવા લાગે છે.

પરસેવો અને નબળાઈ

અચાનક ઠંડો પરસેવો વળવા લાગે અને થાક અને નબળાઈ મહેસૂસ થાય તેમજ ચક્કર જેવું લાગે, તો તે મિની હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. આ સંકેત શરીરના અંદરની સમસ્યાને દર્શાવે છે.

મહિલાઓમાં અલગ લક્ષણ

મહિલાઓને હાર્ટ એટેકમાં હંમેશા પીઠમાં દુખાવો, થાક અને ઉબકા જેવા લક્ષણો જોવા મળે છે. મહિલાઓને છાતીમાં દુખાવો ના ઉપડે, તો પણ તે ખતરનાક હોઈ શકે છે.

તાત્કાલિક તબીબનો સંપર્ક કરો

જો તમને છાતીમાં વિચિત્ર દુખાવો, પરસેવો વળવો તેમજ શ્વાસ લેવામાં સમસ્યા જેવી તકલીફ થતી હોય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ. જો થોડો પણ વિલંબ કરશો, તો તમારો જીવ પણ જઈ શકે છે.

કેરીને કુદરતી રીતે જ ઘરે જ કેમ પકવવી ? આ રહ્યા ઉપાયો