જો બૉડીની અંદર બેડ કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ થઈ જાય, તો તેનાથી ઝેન્થેલાસ્મા નામની બીમારી થવાનો ખતરો અનેકગણો વધી જાય છે.
જો કોલેસ્ટ્રોલ લેવલ વધવા લાગે, તો તેનાથી રેટિનલ ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. જે રેટિનલ વેમ બીમારીનું કારણ બની શકે છે.
જો તમારી આંખની આસપાસની સ્કિન પીળી પડવા લાગે, તો તે સંકેત છે કે, તમારું કૉલેસ્ટ્રોલ લેવલ ખૂબ જ વધી ગયું છે.
જો તમારી આંખોમાં એક ભુરા રંગની છારી બાજી રહી હોય, તો તે એ વાતનો સંકેત છે કે, કૉલેસ્ટ્રોલ કૉર્નિયાને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યું છે.
જો તમારી આંખો સૂકાઈ રહી હોય, તો તે એ વાતનો સંકેત છે કે, શરીરમાં ગ્લુકોમાની બીમારી પ્રવેશી રહી છે. જેનો સબંધ વધતા કોલેસ્ટ્રોલ સાથે પણ છે.
તમારી ખાણી-પીણીની ખોટી આદતો અને બેઠાડું તેમજ ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે.
બેડ કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ કરવા માંગતા હોવ, તો જમવા માટેની ડાયટમાં વધારે પડતું ફેટ ના લેશો. ફાસ્ટ ફૂડ ખાવાનું પણ ટાળવું જોઈએ. તેમજ નિયમિત હળવી કસરત કરતા રહેવું જોઈએ.