રોજ માત્ર એક ઈલાયચી ખાવાના અદભુત ફાયદા


By Kajal Chauhan06, Sep 2025 04:03 PMgujaratijagran.com

મહિલાઓ રોજ ચા બનાવતી વખતે એક-બે ઇલાયચી નાખવાનું પસંદ કરે છે. આ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલો છે, જે શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. ચાલો જાણીએ રોજ એક ઇલાયચી ખાવાથી શું ફાયદા થાય છે.

પાચનતંત્રમાં મજબૂતી

લીલી ઇલાયચી પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે શરીરની સાથે-સાથે પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

મોંની દુર્ગંધ

લીલી ઇલાયચી ખાવાથી તમારા મોંની દુર્ગંધમાં ઘટાડો થાય છે. તે વાસી મોંને તાજું કરે છે અને એકદમ ફ્રેશ અનુભવ કરાવે છે.

શ્વાસ સંબંધી સમસ્યાઓમાં ઘટાડો

લીલી ઇલાયચી શ્વાસ સંબંધી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. આ સાથે, તે અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી બીમારીઓથી પણ લોકોને બચાવવામાં મદદરૂપ થાય છે.

બ્લડ પ્રેશરમાં નિયંત્રણ

બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે લીલી ઇલાયચી ખાવી ઉત્તમ વિકલ્પ છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે.

કેન્સરથી બચાવ

લીલી ઇલાયચીમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે, જે કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. તે શરીરને સ્વસ્થ પણ બનાવે છે.

માનસિક તણાવમાં ઘટાડો

લીલી ઇલાયચી ખાવાથી તાજગી અનુભવાય છે, જેનાથી માનસિક તણાવમાં પણ ઘટાડો થાય છે. આ ઉપરાંત, તે મનને શાંત કરવામાં પણ મદદરૂપ થાય છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક

વાળ અને ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે લીલી ઇલાયચીનું સેવન કરી શકો છો. તે સ્વાસ્થ્યને હેલ્ધી બનાવવાની સાથે-સાથે ચમકદાર પણ બનાવે છે.

Stopping Sneezes: છીંક રોકવાથી શું નુકસાન થાય, જાણી લેશો તો આવી ભૂલ ક્યારેય નહીં કરો