આમ તો પરવળ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ શાક માનવામાં આવે છે. જો કે કેટલાક લોકોએ પરવળ ખાવાનું ટાળવું જોઈએ. આજે અમે આપને જણાવીશું કે, કોણે પરવળ ના ખાવા જોઈએ, જેથી આપને યોગ્ય માહિતી મળી રહે.
પરવળ ખાવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે.એવામાં જો તમને પરવળથી એલર્જી હોય, તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
કિડનીની સમસ્યાથી પીડાતા લોકોએ પરવળ ખાવાનું ટાળવું જોઈએ. પરવળમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીની સમસ્યાને વધારી શકે છે.
જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તો પરવળનું સેવન કરવાનું ટાળી શકો છો. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો તમારા પેટમાં અલ્સર કે ગેસ્ટ્રાઇટિસ (જઠરનો સોજો)ની સમસ્યા હોય, તો પરવળનું સેવન કરવાનું ટાળી શકો છો. આવા કિસ્સામાં તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જો તમે સગર્ભા મહિલા હો, તો તમારે પરવળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
પરવળની તાસીર ઠંડી હોય છે. તેથી જો તમને શરદી-ખાંસીની સમસ્યા હોય, તો પરવળનું સેવન કરવાનું ટાળવું જોઈએ.