ચોમાસું સિઝન શરૂ થવાની સાથે જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે લોકોની લાઈફસ્ટાઈલ પણ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. કેટલાક લોકો વરસાદમાં ન્હાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
આજે અમે આપને જણાવીશું કે, આખરે વરસાદમાં પલળવાથી શરીરને ક્યા નુક્સાન થઈ શકે છે? તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે...
વરસાદના પાણીમાં પલળવાથી તમને ન્યુમોનિયા, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે વરસાદના પાણીમાં હવામાં રહેલું પ્રદૂષણ પણ ભળી જાય છે. જો તમે લાંબા સમય સુધી વરસાદમાં ભીંજાવ છો, તો તમારા શરીરનું તાપમાન ઓછું થઈ શકે છે, જેનાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
વરસાદની મોસમમાં ભેજ ખૂબ વધી જાય છે, જેના કારણે ઈન્ફેક્શન ફેલાવવાનો ખતરો રહે છે. આવા સમયે, વરસાદમાં ભીંજાવાથી તમને સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
વરસાદની સિઝનમાં વધારે સમય સુધી પલળો છો, તો અચાનક તમારા શરીરનું તાપમાન ઓછું થઈ શકે છે. જેના પરિણામે આપને શ્વાસ સબંધિત સમસ્યા થઈ શકે છે.
વરસાદમાં ભીંજાવાથી તમે લેપ્ટોસ્પાયરોસિસનો શિકાર થઈ શકો છો. લેપ્ટોસ્પાયરોસિસ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જેના કારણે તમને તાવ આવી શકે છે
વરસાદમાં ભીંજાવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે, તેનાથી તમને ઈજા થઈ શકે છે, કારણ કે વરસાદ પડવાના કારણે રસ્તા પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા હોય છે તેમજ રસ્તાઓ પણ લપસણા થઈ જતા હોય છે.