કિડની આપણા શરીરના અગત્યના અંગ પૈકીનું એક છે. જે આપણા શરીરમાં રહેલ બ્લડને ફિલ્ટર કરીને ટૉક્સિન્સ પદાર્થોને બહાર નીકાળવાનું કામ કરે છે. એવામાં કિડનીની કાળજી રાખવી જોઈએ.
આજે અમે આપને જણાવીશું કે, કિડનીને હેલ્ધી રાખવા માટે વ્યક્તિને એક દિવસમાં કેટલી પાણી પીવું જોઈએ? તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી આપને સચોટ જાણકારી મળી રહે.
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, કિડનીને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દિવસમાં રોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. આનાથી તમારી કિડની શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
દિવસમાં 3-4 લિટર પાણી પીવા ઉપરાંત, તમારે રોજ સવારે શાકભાજીનો રસ પીવો જોઈએ. આ રસ પોષક તત્ત્વોનો ભંડાર હોય છે અને તે કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
તમારી ડાયટ્સમાં નટ્સનો સમાવેશ કરવો કિડની માટે ફાયદાકારક છે. નટ્સમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન-ઈ, વિટામિન-બી, વિટામિન-બી6, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખે છે
કિડનીના સ્વાસ્થ્યને સુધારવા માટે તમે ક્વિનોઆ, બ્રાઉન રાઇસ અને આખા ઘઉં જેવા આખા અનાજનું સેવન કરી શકો છો. આ અનાજ ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત હોય છે.
સફરજન, બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા ફળોનું સેવન કરવાથી તમારી કિડની લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. આ ફળોમાં કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે.