જો તમે અંજીરનું વધુ સેવન કરો છો, તો તેનાથી તમારું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. તેમાં ફાઇબર સારી માત્રામાં હોય છે, જે પાચનને બગાડી શકે છે
અંજીરનું વધુ પડતું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. તેમાં કેલરી અને સુગરનું પ્રમાણ વધારે હોય છે
ડાયાબિટીસના દર્દીઓએ અંજીરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. તેમાં સુગરની માત્રા હોય છે, જે બ્લડ સુગરને વધારી શકે છે.
વધુ પડતાં અંજીર ખાવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં તેનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.
અંજીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. આથી તેનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે.
અંજીરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. આથી તેનું વધુ પડતું સેવન કરવાથી તમારું પેટમાં ગરબડ થઈ શકે છે. આવા કિસ્સાઓમાં તેનું મર્યાદિત માત્રામાં સેવન કરી શકાય છે.
અંજીરનું વધુ પડતું સેવન કરવાથી તમને અપચાની સમસ્યા થઈ શકે છે. આથી, તેનું મર્યાદિત માત્રામાં જ સેવન કરવાનો પ્રયાસ કરવો જોઈએ