ચેતી જજો, આ વસ્તુઓના સેવનથી હાડકાઓ પડે છે કમજોર


By Prince Solanki10, Jan 2024 07:29 PMgujaratijagran.com

હાડકાઓ

ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવાપીવાની આદતોના કારણે આપણા શરીરને જરુરી પોષકતત્વો મળતા નથી, જેના કારણે હાડકાઓ મજબૂત થાય છે. જો તમે તમારા હાડકાઓ મજબૂત કરવા માંગો છો તો આ વસ્તુઓનુ સેવન કરવાનુ આજે જ બંધ કરો.

એક્સપર્ટની સલાહ

ડો. સુગરીતા મુટરેજાના પ્રમાણે હાડકાઓ મજબૂત બનાવવા માટો તમારે કેલ્શિયમ અને વિટામિન ડી વાળી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ. જંક ફૂડના સેવનથી શરીરમા આ બન્ને પોષકતત્વો શરીરને મળતા નથી, જેના કારણે હાડકાઓ કમજોર થવા લાગે છે.

મીઠા વાળા પદાર્થો

સોડિયમ વાળા પદાર્થોના સેવનથી હાડકાઓ કમજોર થવા લાગે છે. મીઠાના સેવનથી કેલ્શિયમની માત્રા ઓછી થતા હાડકા કમજોર થવા લાગે છે.

સોફ્ટ ડ્રિંક્સ

વધારે માત્રામા સોફ્ટ ડ્રિક્સ પીવાથી પણ હાડકાઓ કમજોર થાય છે. તેમા ફોસ્ફોરિક એસિડ હોય છે, જે હાડકાઓને કમજોર કરે છે.

શુગર

વધારે માત્રામા શુગરના સેવનથી હાડકાઓ કમજોર થવા લાગે છે. વધારે માત્રામા ગળી વસ્તુનુ સેવન પણ હાડકાને નુકાસાન પહોંચે છે.

કૈફીન

વધારે માત્રામા કૈફીનનુ સેવન કરવાથી હાડકાઓને ખૂબ જ નુકસાન પહોંચે છે. જેથી વધારે માત્રામા કૈફીન લેવાથી બચો.

કસરત ન કરવી

ભોજન ઉપરાંત કસરત ન કરવી પણ હાડકાઓ કમજોર કરવાનુ મુખ્ય કારણ હોય શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

બાલાસન કરવાના ફાયદા, જાણી લો