બાલાસન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે. આ આસનનુ નામ સસ્કૃત શબ્દ બાલા પરથી લેવામા આવ્યુ છે. જેનો મતલબ આરામની મુદ્રા હોય છે. ચલો એ આસનના ફાયદા વિશે જાણીએ.
બાલાસન કરવા માટે તમે સૌથી પહેલા પગની એડી અને નિતંબના સહારે બેસી જાઓ. ત્યારબાદ આગળની તરફ ઝુકીને માથાને જમીન પર લગાવો. હવે બન્ને હાથોને આગળ કરીને જમીન પર રાખો. હવે છાતીથી જાંઘો પર ભાર આપો. થોડો સમય આ સ્થિતિમા રહો. આ પછી ધીરે ધીરે ઉઠીને એડીના સહારે બેસી જાઓ અને કમરના મણકાને સીધા રાખો.
જો તમારી કમરમા દુખાવો થાય છે, તો બાલાસનના નિયમિત અભ્યાસથી કમરના દુખાવામા રાહત મેળવી શકાય છે.
બાલાસન કરવાથી તણાવમા ઘટાડો થાય છે. આ ઉપરાંત આ આસન કરવાથી માનસિક સ્વાસ્થ્યમા સુધારો થાય છે.
શરીરનુ બ્લડ સર્કુલેશનમા સુધારો કરવા માટે બાલાસન મદદરુપ થાય છે.
બાલાસન કરવાથી શરીરની વધારાની ચરબી દૂર થાય છે. તેના અભ્યાસ કરવાથી પેટની સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે.
માંસપેશિયો મજબૂત કરવા માટે બાલાસનનો અભ્યાસ કરવો જોઈએ. તે જાંઘો, કમર , હાથની માંસપેશિયોને મજબૂત બનાવે છે.
ગર્ભવતી મહિલાઓએ બાલાસન ન કરવુ જોઈએ. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ બાલાસન ન કરવુ જોઈએ.