Heart Diseases: યુવા વયે હ્રદય સબંધિત બીમારીઓ વધવા પાછળ આ 6 કારણો જવાબદાર


By Sanket M Parekh29, Mar 2025 04:26 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

વધતી વય સાથે હ્રદય રોગનું જોખમ પણ વધે જ છે, પરંતુ હવે આ બીમારી યુવાને પણ પોતાના શિકાર બનાવી રહી છે. એવામાં આજે આપણે કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. સંતોષકુમાર ડોરા પાસેથી જાણીશું કે, યુવાઓને હ્રદય સબંધિત બીમારીઓ વધતા પાછળ ક્યા-ક્યા કારણો જવાબદાર છે....

ખાણી-પીણીની ખોટી આદતો

આજકાલના યુવાનો જંકફૂડ, તીખું-તળેલું, વધારે પડતું ગળ્યું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવા લાગ્યા છે. જેમાં વધારે પ્રમાણમાં ટ્રાન્સ ફેટ, મીઠું અને સુગર હોય છે. જે હાર્ટની હેલ્ધ માટે હાનિકારક નીવડે છે.

સ્મોકિંગ અને ડ્રિન્કિંગ

આજના યુવાનોમાં સ્મોકિંગ અને આલ્કોહૉલનું વ્યસન સામાન્ય થઈ ગયું છે. સ્મોકિંગ તમારું બ્લડપ્રેશર વધારે છે, જ્યારે વધુ પડતું દારૂ પીવાથી કૉલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં સોજો વધી શકે છે, જે હાર્ટના સ્વાસ્થ્ય માટે જોખમી બનશે.

ફિઝિકલ એક્ટિવિટીની કમી

અત્યારે યુવાઓમાં ફિઝિકલ એક્ટિવિટીની કમી જોવા મળી રહી છે. જેના પરિણામે તેમનું શરીર નબળું પડી રહ્યું છે અને વજન સતત વધી રહ્યું છે. ફિઝિકલ એક્ટિવિટીની કમીની સીધી અસર તમારા બ્લડ સર્ક્યુલેશન પર પડે છે, જેના કારણે હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે.

સ્ટ્રેસ અને મેન્ટલ પ્રેશર

આજકાલના યુવા સ્ટ્રેસ અને મેન્ટલ પ્રેશરનો સામનો કરી રહ્યાં છે, પછી તે કામકાજનું હોય કે પછી અભ્યાસની ચિંતા કે પછી સોશિયલ મીડિયાની પ્રતિસ્પર્ધા. સતત તણાવથી બ્લડ પ્રેશર વધી શકે છે, જે હાર્ટ માટે હાનિકારક છે.

વજન વધવું

આજકાલના યુવાનો વધુ પડતો ખોરાક અને ફિઝિકલ એક્ટિવિટીની કમીના કારણે મોટાપાનો શિકાર થઈ રહ્યા છે. મોટાપો હાર્ટ ડિસીઝનું એક મોટું કારણ છે, કારણ કે બ્લડ પ્રેશર, કૉલેસ્ટ્રોલ અને સુગરનું સ્તર વધે છે.

વારસાગત

જો તમારા પરિવારમાં કોઈને હાર્ટની બીમારી રહી હોય, તો તમને પણ આ બીમારીનો શિકાર થવાનો ખતરો વધી શકે છે. આમ વારસાગત પણ એક કારણ હોઈ શકે છે.

તબીબની સલાહ

ડૉ. સંતોષકુમાર ડોરાના જણાવ્યા મુજબ, યોગ્ય લાઈફસ્ટાઈલ, એક્સરસાઈઝ, સંતુલિત ડાયટ અને માનસિક શાંતિથી તમે આ સમસ્યાઓને કંટ્રોલ કરી શકો છો અને હાર્ટ સબંધિત બીમારીઓથી બચી શકો છો.

Cholesterol Control: કૉલેસ્ટ્રોલ ઘરે પણ થઈ શકે છે કંટ્રોલ, બસ દવાઓ છોડી અજમાવો આ અસરકારક ઉપાય