જો તમે તમારું કૉલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માંગતા હોવ, તો તમારે તમારી જીવનશૈલી અને ડાયટમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તો ચાલો આ વિશે ડૉ. મનિષા અગ્રવાલ પાસેથી જાણીએ કે, ઘરે રહીને કૉલેસ્ટ્રોલ કંટ્રોલ કેવી રીતે કરી શકાય....
કૉલેસ્ટ્રોલ ઘટાડવા માટે સૌથી પહેલું પગલું હેલ્ધી અને બેલેન્સ ડાયટ લેવાનું છે. તમારી ડાયટમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટને ઓછો કરો, કારણ કે આ બન્ને પ્રકારના ફેટ તમારા કૉલેસ્ટ્રોલનું લેવલ વધારે છે. જેનાથી બચવા માટે તમારે તીખુ-તળેલુ ભોજન, રેડ મીટ અને ફાસ્ટ ફૂડ ખાવાનું ઓછું કરવું પડશે.
ફાઈબરથી ભરપુર ફૂડ જેમ કે ફળ, લીલા શાકભાજી, કઠોળ, ઑટમીલ અને આખું અનાજ વગેરેને ડાયટમાં સામેલ કરવા જોઈએ. ફાઈબર કૉલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી એક્સરસાઈઝ કરવાથી HDL (હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન)નું લેવલ વધે છે, જે ગુડ કૉલેસ્ટ્રોલ ગણાય છે. જ્યારે LDL (લૉ ડેન્સિટી લિપોપ્રોટીન) અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું લેવલ ઘટે છે, જે બેડ કૉલેસ્ટ્રોલ મનાય છે.
વધુ પડતા વજનને કંટ્રોલમાં કરવું પણ કૉલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવાનો એક ઉત્તમ ઉપાય છે. જો તમે તમારા વજનને કંટ્રોલમાં કરો છો, તો તમારું કૉલેસ્ટ્રોલ લેવલ પણ આપોઆપ નોર્મલ લેવલ પર રહે છે.
સ્મોકિંગ અને દારૂ પીવાની આદત પણ તમારું કૉલેસ્ટ્રોલ વધારી શકે છે, જે હાર્ટ સબંધિત બીમારીનો ખતરો છે. એવામાં તમારે સ્મોકિંગ છોડી દેવું જોઈએ અને દારૂ પણ બને ત્યાં સુધી ઓછું પીવું જોઈએ.
લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી પણ કૉલેસ્ટ્રોલ વધી શકે છે. આથી માનસિક શાંતિ માટે ધ્યાન, યોગ અને ઊંડા શ્વાસ લેવાની ટેકનિક અપનાવવી જોઈએ.
કૉલેસ્ટ્રોલનું લેવલ વધવા પર તમારે ઓમેગા-3 ફેટી એસિડ યુક્ત આહારને તમારી ડાયટમાં સામેલ કરવા જોઈએ. જે કૉલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા સાથે છે તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે.