આપણે સૌ જાણીએ જ છીએ કે, સંતરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. સંતરામાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે, પરંતુ શું તમે જાણો છો, સંતરાની છાલ પણ ખૂબ જ ગુણકારી હોય છે.
સંતરાની છાલમાં વિટામિન-સી, કેલ્શિયમ, ફાઈબર અને ફોલેટ જેવા તમામ પોષક તત્વો મળી આવે છે.
સંતરાની છાલમાં વિટામિન-સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ફેફસાને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે.
સંતરાની છાલ પાચન સબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. જે લોકો કબજિયાતની સમસ્યા હોય, તેમના માટે સંતરાની છાલ ખૂબ જ ફાયદેમંદ સાબિત થઈ શકે છે.
સંતરાની છાલને તમે તમારી સ્કિન કેર રૂટિમાં સામેલ કરી શકો છે. જે ખીલ, ડાર્ક સર્કલ અને ડ્રાય સ્કિન જેવી સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે.