બૉલિવૂડની ફેમસ એક્ટ્રેસ સની લિયોને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત જિસ્મ-2થી કરી હતી.
સની લિયોન બૉલિવૂડની અન્ય એક્ટ્રેસની જેમ જ ફિટ એન્ડ યંગ લાગી રહી છે અને તે પોતાના સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખે છે.
એવામાં આજે અમે તમને સની લિયોનના ડાયટ પ્લાન અને એક્સરસાઈઝ વિશે જણાવીશું, જેથી તમે પણ એના જેવા બની શકો.
સની પોતાના વર્કઆઉટની શરૂઆથ વોર્મઅપથી કરે છે. જે બાદ તે આર્મ સ્ટ્રેચ, ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેચ, શોલ્ડર રોટેશન, અપર બૉડી ટ્વિસ્ટિંગ, હિપ રોટેશન જેવી એક્સરસાઈઝ કરે છે.
સની પોતાની શારીરિક બનાવટમાં સુધારો કરવા, તણાવ મુક્ત રહેવા અને મનને શાંત રાખવા માટે નિયમિત યોગાભ્યાસ કરે છે.
સનીને જ્યારે પણ સમય મળે છે, ત્યારે તે સ્વિમિંગ પણ કરે છે. દરરોજ 20 મિનિટ સુધી વૉક પણ એક્ટ્રેસની લાઈફસ્ટાઈલમાં સામેલ છે.
સની પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ નારિયેળ પાણી અથવા લીંબુ પાણીથી કરે છે.
પોતાના લંચમાં સની લિયોની ગ્રીન જ્યૂસ, સિઝનર શાકભાજી, રોટલી અને મીટ લેવાનું રાખે છે.