અસ્થમા એક ગંભીર સમસ્યા છે. જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેને નજર અંદાજ કરવું ભારે પડી શકે છે. આવો જાણીએ તેના લક્ષણો.
અસ્થમા થવાથી સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલિફ પડે છે. આ સ્થિતિમાં ફેફસાની આસપાસની મસલ્સ ટાઈટ અને પાતળી બની જાય છે. જેના કારણે આવું થાય છે.
ઉધરસ પણ અસ્થમાનું લક્ષણ છે. મ્યૂકસ બનવાનું વધી જવાથી આવું થાય છે. ઉધરસની સાથે છીંકો પણ આવી શકે છે.
છાતી ભારે ભારે લાગવી સામાન્ય બની જાય છે. લાંબા સમય સુધી આવું રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ગભરામણ કે તણાવ અસ્થમાનું લક્ષણ છે. આવામાં શ્વાસ લેવામાં તકલિફ પડે છે.
અસ્થમાની સમસ્યામાં થાક પણ લાગે છે. શરીરમાં ઓક્સિજનનું લેવલ અવરોધાય એટલે થાક લાગે છે.