રોજ કરો આ કામ નહીં ફાટે હોઠ


By Jivan Kapuriya2023-05-16, 14:33 ISTgujaratijagran.com

નુસખા

શું ગરમીઓમાં હોઠ ફાટે છે? અહીં ગુજરાતી જાગરણ તમને ઘરેલુ નુસખા જણાવશે.

પાણી પીઓ

પાણી ન પીવાથી શરીરમાં ડિહાડ્રેશન થાય છે. આ કારણે હોઠ સુકાવા લાગે છે. આથી ધીરે ધીરે હોઠ ફાટવા લાગે છે. દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ.

હોઠ પર જીભ ન લગાવો

આવું કરવાથી હોઠ વધારે સુકાય છે. હોઠ ફાટવાનું એક આ પણ કારણ છે. એટલા માટે આવું ન કરવું જોઈએ.

લિપ બામ લગાવો

દિવસમાં એક-બે વાર લિપ બામ લગાવો. તેની પસંદગી પણ વિચારીને કરવી, નહીંતર હોઠ કાળા થઈ શકે છે.

આ પણ કરી શકો

લીંબુ અને ખાંડનું સ્ક્રબ લઈને હોઠો પર હળવા હાથે લગાવો. આવું કરવાથી ડેડ સ્કિન જતી રહેશે. વધારે ઝડપથી ન કરો નહીંતર લોહી નિકળી શકે છે.

ઓલિવ ઓઈલ લગાવો

ઓલિવ ઓયલ એક સારું મોઇશ્ચરાઇઝરની જેમ કામ કરશે. હોઠને સારા કરવામાં તમારી મદદ કરશે.

પેટ્રોલિયમ જેલી

ત્વચાને મોઇશ્ચરાઇઝર કરવા અને સારી કરવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ વર્ષોથી કરાઈ છે. હોઠ પર તમે સવાર-સાંજ લગાવી શકો છો.

નારિયલ તેલ

નારિયલ તેલ નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. દિવસમાં 3-4 વાર નારિયલ તેલ હોઠ પર લગાવવું જોઈએ.

જો તમને ગુજરાતી જાગરણની આ જાણકારી તમને પસંદ પડી હોય તો શેર કરો.

જાયફળના છે અનેક ફાયદા