જો મગજમાં સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહીનું પ્રમાણ જરુર કરતાં વધી જાય તો મગજમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. ડોકટરોની ભાષામાં આને હાઇડ્રોસિફેલસ કહેવામાં આવે છે.
જો તમને સવારે માથાનો દુખાવો થાય છે તો તે મગજમાં પાણી ભરાવાની શરૂઆતની નિશાની હોઈ શકે છે.
હાઇડ્રોસિફેલસને કારણે પગના સ્નાયુઓ પ્રભાવિત થાય છે, જેના કારણે ચાલવામાં તકલીફ થઈ શકે છે.
મગજમાં દબાણ વધવાથી ચેતા પર ખરાબ અસર પડે છે. જેના કારણે વસ્તુઓ ઝાંખી દેખાઈ શકે છે.
જો તમે જાગ્યા પછી થાક અનુભવો છો અથવા વધુ ઊંઘ અનુભવો છો તો તે મગજમાં પાણી ભરાવાની નિશાની હોઈ શકે છે.
હાઇડ્રોસિફેલસને કારણે વ્યક્તિની વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતા પર અસર થઈ શકે છે. ક્યારેક આ સમસ્યા વધુ વધી જાય છે.