રીંગણનું ભરથુંં ખાવાના ઘણાં લોકો લોકો શોખીન હોય છે, જોકે એ સ્વાદિષ્ટ પણ એટલીજ હોય છે. પણ અમુક લોકોએ આ વાનગીથી જ નહી પણ રીંગણ ખાવાથીજ બચવું જોઈએ, કારણ કે તે અનિચ્છનીય સમસ્યા ઊભી કરી શકે છે. ચાલો જાણીએ, કોણે રીંગણ ખાવા માટે માત્ર ના જ કહેવું જોઈએ.
જેમણે પેટમાં પથરી કે સ્ટોન હોય તેઓએ રીંગણથી દૂર રહેવું જોઈએ, તેનાથી પથરીનો દુખાવો વધી શકે છે તથા પથરીની સાઈઝ વધવાનો પણ ડર રહે છે.
લોહી અને આર્યનની કમી વાળા વ્યક્તિઓ માટે રીંગણ બિલકુલ ફાયદામંદ નથી. રીંગણ ખાવાથી આર્યનની કમી વધી શકે છે.
જે વ્યક્તિઓને કોઈ પ્રકારની એલર્જી હોય તેમને રીંગણ ખાવાથી બચવું જોઈએ. રીંગણમા રહેલા કેટલાક એવા તત્વો મળી આવે છે, જે એલર્જીમાં વધારો કરી શકે છે.
જો તમને આંખો સંબધિત સમસ્યાઓ રહેતી હોય રીંગણ તમારી માટે નથી. રીંગણ ખાવાથી આંખોમાં બળતરા, સોજો અને દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
હરસથી પીડાતા દર્દીઓએ રીંગણ ખાવાથી બચવું જોઈએ, તેનાથી સમસ્યાઓ વધી શકે છે. ભૂલથી પણ આનું સેવન ના કરવું જોઈએ.
જો તમને એનગ્ઝાઈટી કે માનસિક તણાવ રહેતો હોય તો રીંગણ ખાવાથી તણાવ વધી શકે છે.
જો આગળ જણાવામાં આવેલી કોઈ પણ સમસ્યાઓ છે, તો રીંગણથી તમારે દૂર રહેવું જોઈએ. અને તે સમસ્યાઓને લગતા ઉપચારો કરવા જોઈએ. આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.