Control Sugar Level: તમારું સુગર લેવલ કંટ્રોલમાં રાખશે આ 5 આદતો


By Sanket M Parekh13, Apr 2025 04:02 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

બ્લડ સુગર વધવું સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક નીવડી શકે છે. આથી જ તબીબો હંમેશા સુગર લેવલ કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે. જો કે તમે કેટલીક સરળ આદતો અપનાવીને તેને કંટ્રોલમાં રાખી શકો છો.આ સંદર્ભે ન્યૂટ્રિશનિસ્ટ ઈશિકા ગુપ્તા પાસેથી જાણીએ 4 એવી સિમ્પલ આદતો જે સુગર લેવલને બેલેન્સ રાખવામાં તમારી મદદ કરશે.

દિવસની શરૂઆત પ્રોટીનથી

દિવસની શરૂઆત હાઈ પ્રોટીન નાસ્તાથી કરો. જેનાથી કાર્બોહાઈડ્રેટનું અવશોષણ મંદ થાય છે અને સુગર લેવલ સ્થિર રહે છે. આ માટે ઈંડા, મગની દાળ અથવા દહી જેવા પ્રોટીન સોર્સ લઈ શકો છો.

શાકભાજી

ન્યુટિશનિસ્ટ અનુસાર, ડાયટમાં ફાઈબરયુક્ત શાકભાજીને સામેલ કરવી જોઈએ. જેનાથી સુગરનું અવશોષણ ધીમે-ધીમે થાય છે, એટલે બ્લડ સુગર લેવલ અચાનક વધતું નથી. આ માટે સલાડ અથવા સ્ટીમ વેજ બેસ્ટ ઑપ્શન છે.

જમ્યા પછી ચાલો

જમ્યા પછી 15-20 મિનિટ બાદ વૉકિંગ બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ આદત તમારા પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે અને ગ્લુકોઝને માંસપેશીઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

મસલ્સ બનાવો, સુગર ઘટાડો

માંસપેશીઓ અર્થાત મસલ્સ બને તેવી એક્સરસાઈઝ કરો. જેમ કે વેટ ટ્રેનિંગ કે બૉડી વેટ વર્કઆઉટ. જેનાથી ઈસ્યુલિનની સેન્સેટિવિટી વધે છે અને બૉડી બ્લડ સુગરને કંટ્રોલ રાખે છે.

પુરતી ઊંઘ લો

ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ, દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે જરૂરી છે. ઊંઘ પુરી ના થવાથી ઈસ્યુલિનની સેન્સેટિવિટી ઘટે છે, જેના પરિણામે સુગર લેવલ વધી શકે છે. આ માટે સમયસર ઊંઘવાની અને ઉઠવાની આદત પાડવી જોઈએ

અન્ય સલાહ

રિફાઈન્ડ સુગર અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો. ગળપણ માટે ગોળનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ, ખાસ કરીને ગરમીની સિઝનમાં.

Heart Attack Risk: સવારની આ 5 ખરાબ આદતો વધારી દેશે હાર્ટ એટેકનો ખતરો