સવારના સમયની આપણી કેટલીક ખરાબ આદતો હાર્ટ એટેકના ખતરાને વધારી શકે છે. એવામાં જો તમે પણ આ પાંચ આદતો ધરાવતા હોય, તો તમારે તેને જેમ બને તેમ જલ્દી છોડવી હિતાવહ રહેશે.
જો તમે ઊંઘમાંથી અચાનક ઉઠી જતા હોવ, તો એવામાં હાર્ટ સબંધિત ખતરાની સંભાવના વધી જાય છે, કારણ કે આમ કરવાથી હ્રદય પર દબાણ પડે છે.
જો તમે રોજ વહેલી સવારે ઉઠીને ચા પીતા હોવ, તો તેમાં રહેલ કેફીન હાર્ટ બીટને અસંતુલિત બનાવી શકે છે. જેના પરિણામે હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે.
જો તમે વધારે ફાસ્ટફૂડ કે બહારનું ખાવાના શોખિન હોવ, તો એવામાં કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જે લાંબા ગાળે હાર્ટ એટેકનું કારણ બને છે.
ઘણાં લોકો સવારે ઉઠતાની સાથે જ સ્મોક કરવા લાગે છે. જેના પરિણામે બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ થઈ શકે છે. જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
અનેક લોકો સવાર-સવારના સમયે ઉતાવળમાં નાસ્તો સ્કીપ કરે છે. એટલે કે નાસ્તો નથી કરતાં, પરંતુ આમ કરવું તમારા હાર્ટ માટે હાનિકારક નીવડી શકે છે.
જો તમને હાર્ટ સબંધિત કોઈ પણ સમસ્યા જણાય, તો તેને સાધારણ સમજવાની ભૂલ કર્યાં વિના તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.