Weak Immune System: ઈમ્યુનિટીને નબળી પાડે છે આ આદતો, આજથી જ છોડો


By Sanket M Parekh03, Nov 2024 03:47 PMgujaratijagran.com

મજબૂત ઈમ્યુનિટી

હેલ્થી રહેવા માટે ઈમ્યુનિટી અર્થાત રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઈમ્યુનિટી નબળી થવા પર આપણે જલ્દી બીમાર પડી જઈએ છીએ.

ખરાબ આદતો

આજે અમે તમને કેટલીક એવી ખરાબ આદતો વિશે જણાવીશું, જે તમારી ઈમ્યુનિટીને નબળી પાડવાનું કામ કરે છે.

પ્રોસેસ્ડ ફૂડનું સેવન

જો તમે વધારે પડતા જંક ફૂડ, સુગર અને પ્રેસેસ્ડ ફૂડનું સેવન કરો છો, તો આવી સ્થિતિમાં તમારી ઈમ્યુનિટી ઝડપથી નબળી થઈ શકે છે.

પુરતી ઊંઘ ના લેવી

ઊંઘની કમીના કારણે તમારા માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે. આ સાથે જ તે તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ ઘટાડે છે.

કસરત ન કરવી

તમારે દરરોજ થોડા સમય માટે એક્સરસાઈઝ કરવી જ રહી. જો તમે કસરત નહીં કરો, તો ઝડપથી તમારું વજન વધવા લાગશે અને ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડશે.

વ્યસન

સ્મોકિંગ અને વધુ પડતું ડ્રિન્કિંગ પણ ઈમ્યુનિટીને ગંભીર નુકસાન પહોંચાડે છે. આથી તમારે આવા વ્યસનથી દૂર જ રહેવું જોઈએ.

Sesame Seeds Benefits: શિયાળામાં માત્ર 1 ચમચી તલ ખાવાથી મળે છે ચમત્કારિક ફાયદા